સોમવારે સોનાનો ભાવ 32,770 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યો હતો. શનિવારે પણ સોનામાં ઘટાડો થયો હતો. તે 60 રૂપિયા ઘટીને 32,810 પ્રતિ દસ ગ્રામ દીઠપર બંધ થયો હતો. આ માહિતી ઑલ ઈન્ડિયા સરાફા એસોસિયેશન દ્વારા આપવામાં આવી હતી.
ચાંદીધારકોની ચાંદી, સોનામાં થયો ઘટાડો
નવી દિલ્હીઃ વિદેશી બજારોમાં મજબૂતી હોવા છતાં ઝવેરીઓ દ્વારા સોનાની ખરીદી નહિવત પ્રમાણમાં કરવામાં આવી છે. જેને કારણે સ્થાનિક બજારોમાં સોનામાં 40 રૂપિયાનો ઘટાડો થયો હતો.
કોન્સેપ્ટ ફોટો
સોનાના વિપરીત ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની માંગને પગલે ચાંદીમાં 90 રૂપિયા વધારો જોવા મળ્યો છે, જેને કારણે ચાંદીનો ભાવ 37,500 રૂપિયા પ્રતિકિલો થઈ ગયો છે.
રાજધાની દિલ્હીના સરાફા બજારમાં સોનાના ઘરેણાં 40 રૂપિયા વધીને 32,600 પ્રતિ દસ ગ્રામ થયા છે. આઠ ગ્રામ ગિન્ની પૂર્વસ્તર 26,500 સપાટી પર યથાવત રહી હતી. ચાંદી સાપ્તાહિક ડિલીવરી 114 રૂપિયા વધીને 36,498 પ્રતિ કિલો થઈ છે. બીજી તરફ, ચાંદીના સિક્કાનો દર પૂર્વવર્ષના 79,000-80,000ના સ્તરમાં રહ્યો હતો.