મુંબઈ: ફ્રેન્કલિન ટેમ્પલટોન મ્યુચ્યુઅલ ફંડ(FTMF)એ 6 લોન યોજનાઓ બંધ કરી છે. બ્રોકર્સના સંગઠને શુક્રવારે માર્કેટ રેગ્યુલેટર SEBI અને નાણા મંત્રાલયને રોકાણકારોના હિતોને બચાવવા આ બાબતમાં દખલ કરવા માંગણી કરી છે.
કોવિડ-19 રોગચાળાને કારણે રોકાણકારો દ્વારા યુનિટ અને માર્કેટની વધઘટને પાછી ખેંચવાના દબાણને ધ્યાનમાં રાખીને ફ્રેન્કલિન ટેમ્પલટોને ગુરૂવારે તેની 6 લોન યોજનાઓ બંધ કરી દીધી હતી. આ યોજનાઓ સાથે કુલ રૂપિયા 25,000 કરોડની સંપત્તિ જોડાયેલી છે.
ફ્રેન્કલિન ટેમ્પલટોને જણાવ્યું હતું કે, આ નિર્ણય અંગેની માહિતી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)ને પહેલેથી જ પહોંચાડવામાં આવી હતો. રોકાણકારોની સંપત્તિ બચાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.