મુંબઇ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 31 માર્ચ 2019ના રોજ પુરા થતાં ચોથા ત્રિમાસિક ગાળાના ઓડીટ થયેલાં પરિણામો આજે જાહેર કર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 9.8 ટકા વધી રૂપિયા 10,362 કરોડ નોંધાયો હતો. અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ 2018-19નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતો આ મુજબ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ચોથા ત્રિમાસિક ગાળાની કોન્સોલિટેડ કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ
·ટર્ન ઓવર 19.4 ટકા વધીને રૂ.154,110 કરોડ (22.3 બિલિયન અમેરિકન ડોલર) થયું.
·ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 16.3 ટકા વધીને રૂ.24,047 કરોડ ( 3.5 બિલિયન અમેરિકન ડોલર) નોંધાયો.
·કરવેરા પહેલાંનો નફો 4.6 ટકા વધીને રૂ.13,858 કરોડ ( 2.0 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·રોકડ નફો6.1ટકા વધીને રૂ.16,349 કરોડ (2.4 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·ચોખ્ખો નફો9.8ટકા વધીને રૂ.10,362 કરોડ (1.5 બિલિયન અમેરિકન ડોલર) થયો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ચોથા ત્રિમાસિક ગાળાની સ્ટેન્ડઅલોન કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ
·રેવન્યુ (ટર્ન ઓવર) 0.3 ટકા ઘટીને રૂ.90,648 કરોડ (13.1 બિલિયન અમેરિકન ડોલર) થયું.
·નિકાસ 4.4 ટકા ઘટીને રૂ.49,052 કરોડ (7.1 બિલિયન અમેરિકન ડોલર) થઇ.
·ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંનો નફો 3.4 ટકા વધીને રૂ.16,587 કરોડ(2.4 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·કરવેરા પહેલાંનો નફો 4.8 ટકા ઘટીને રૂ.11,331 કરોડ (1.6 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·રોકડ નફો 5.9 ટકા ઘટીને રૂ.11,651 કરોડ (1.7 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·ચોખ્ખો નફો 1.6 ટકા ઘટીને રૂ.8,556 કરોડ (1.2 બિલિયન અમેરિકન ડોલર) થયો.
·ત્રિમાસિક ગાળામાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ.) પ્રતિ બેરલ 8.2 ડોલર રહ્યાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું કે"નાણાંકીય વર્ષ 2018-19માં અમે અનેક સિમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને રિલાયન્સના ભવિષ્યના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ હરણફાળ ભરી છે. રિલાયન્સ રીટેલે રૂ.1,00,000 કરોડની આવકનું સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે, જિઓ હવે 300 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને અમારા પેટ્રોરસાયણ વ્યવસાયે અત્યાર સુધીની સૌથી વધારે આવક પ્રાપ્ત કરી છે. મને રિલાયન્સની સંપૂર્ણ ટીમ પર ગર્વ છે, તેમની આકરી મહેનત અને પ્રતિબધ્ધતાએ આ સિધ્ધિઓ અને ભવિષ્યની અનેક સિધ્ધિઓનો પાયો નાંખ્યો છે. એનર્જી માર્કેટમાં ઘણી જ ઉથલપાથલના સમયમાં પણ કંપનીએ આ વર્ષે રૂ.39,558 કરોડને વિક્રમજનક સંકલિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મને એ દર્શાવતા આનંદ થાય છે કે અમારી કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંની આવક બમણાં કરતાં વધારે રૂ.92,656 કરોડ નોંધાવી છે, જેનાથી મૂલ્ય સર્જનમાં વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.