ગુજરાત

gujarat

ETV Bharat / business

આ ક્રિસમસ પર તમારા બાળકોને આપો 5 નાણાકીય ઉપહાર... - સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

સામાન્ય રીતે આપણે આપણા બાળકોને તેમનું મનપસંદ રમકડું, મોંઘા ગેજેટ્સ અથવા તો કપડા ગિફ્ટ કરીએ છીએ. પરંતુ આમાંથી મોટાભાગના ઉપહાર લાંબા સમય સુધી ટકતા નથી. તો આ વખતે સ્માર્ટ સાન્તા બનીએ અને આપણા બાળકો માટે યોગ્ય બચત યોજના પસંદ કરીએ.

christmas
christmas

By

Published : Dec 24, 2019, 11:58 AM IST

બચત કરવી ખૂબ જ સારી વાત છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા માતા-પિતાએ તમારા બચત માટે કરી હોય.
-વિંસ્ટન ચર્ચિલ

સાચી વાત છે...કે આપણા બાળકો અને પ્રિયજનોના ભવિષ્યને પોષણ આપવાથી વિશેષ કંઈ નથી. સામાન્ય રીતે આપણે આપણા બાળકોને તેમનું મનપસંદ રમકડું, મોંઘા ગેજેટ્સ અથવા તો કપડા ગિફ્ટ કરીએ છીએ. પરંતુ આમાંથી મોટાભાગના ઉપહાર લાંબા સમય સુધી ટકતા નથી. ત્યારે આપણી પાસે ખૂબ જ મહત્વના વિકલ્પ છે. જે મોટાભાગના લોકોને ખબર નથી હોતા. તેથી આ ક્રિસમસ પર સ્માર્ટ સાન્તા બનીએ અને બાળકો માટે નાણાકિય યોજનાઓ પસંદ કરીએ.

તો આવો જોઈએ બચત કરવાના સરળ ઉપાય...

પિગ્ગી બેન્ક
સૌથી પ્રથમ અને સરળ ઉપાય છે પિગ્ગી બેન્ક...જેમાં તમે તમારા બાળકને ગિફ્ટ કરી શકો છો. તે પહેલા જેટલું લોકપ્રિય ન હોઈ શકે, પરંતુ પિગી બેન્કનો ઉપયોગ કરીને બચતને મનોરંજક બનાવી શકાય છે. પિગી બેન્કમાં થોડી રોકડ અથવા સિક્કા ભરો. આ પ્રવૃત્તિ તેમને પૈસાની કિંમત સમજવામાં ચોક્કસપણે મદદ કરશે.

પિગ્ગી બેન્ક

કોલેજ ફી અથવા લગ્ન માટે SIP
તમે તમારા બાળકોના ભવિષ્ટ માટે વિચાર્યુ જ હોય છે જેને લઈ તમે કોઈક બેન્કમાં ખાતું પણ ખોલાવ્યું હોય છે. તેને રોકડ નાણાં આપવા અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરો. તેમની ઉંમરના આધારે, માસિક / ત્રિમાસિક / વાર્ષિક નાનું યોગદાન તેમના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે મોટી રકમ હોઈ શકે છે.

ડેટ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ
જો તમે લાંબા સમયના રોકાણ માટે વિચારતા હોય તો ડેટ મ્યૂચુઅલ ફંડમાં જાઓ. AAA સુરક્ષા ભંડોળમાં રોકાણ કરો અને પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરો. પોતાના બાળકોને આ યોજના અને પરિપક્વતાના સમયગાળા વિશે સમજાવો.

ડેટ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ
SIP

બલ્યૂ ચિપ સ્ટોક ગિફ્ટ કરો
તમે તમારા બાળકોને એક જાણીતી કંપનીના શેર ગિફ્ટ કરો. તમે તેને બાજુ પર બેસાડી સમજાવો કે વાસ્તવમાં સ્ટોક શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તમે એક કંપની પસંદ કરી શકો છો જેને તમારુ બાળક પહેલાથી જ તેના વિશે જાણતુ હોય જેમ કે, એક ફિલ્મ સ્ટૂડિયો, એક રમકડા બનાવતી કંપની અને ફોન બનાવનાર. આ જેવું તમને લાગે છે તેનાથી વધારે રોમાંચિત કરનાર હશે. સગીર સ્ટોક ખરીદી નથી શક્તા પરંતુ તમે તેમના નામ પર એક કસ્ટોડિયલ ખાતું ખોલી શકો છો જેને તમે નિયંત્રિક કરી શકો છો.

બલ્યૂ ચિપ સ્ટોક

ગોલ્ડ ETF
સોનાની ગિફ્ટ ખુબજ કીંમતી અને બચત કરવા માટે ઉત્તમ ઉપહાર છે. તમે તમારા બાળકો માટે સોનામાં રોકાણ કરી શકો છો. પરંતુ વાસ્તવિક સોના દ્વારા તે કરશો નહીં. શ્રેષ્ઠ વિકલ્પ ગોલ્ડ ETF હશે જે અન્ય સંપત્તિ વર્ગોની તુલનામાં વધુ સારું વળતર આપી શકે છે.

ગોલ્ડ ETF

ABOUT THE AUTHOR

...view details