વૉશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વડા ક્રિસ્ટલીના જૉર્જિવાએ ચેતવણી આપી છે કે વર્તમાન કટોકટી ઘણા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થાના નીતિ નિર્માતાઓ માટે એક પડકાર સ્વરુપ છે. IMFનું કહેવું છે કે કોરોના વાઇરસ માહામારી પહેલાં જ વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી હતી, પરંતુ હવે આ માહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ બની છે અને ગંભીર આર્થિક કટોકટી 2020 માં આવી શકે છે.
વિશ્વની અર્થવ્યવ્સ્થા સૌથી મોટા ઘટાડા માટે તૈયાર રહે: IMF - આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
IMFના મેનેજિંગ ડિરેક્ટરએ કહ્યું કે કોવિડ-19 એ વૈશ્વિક અર્થવ્યવસ્થાને એવા સમયે અસર પહોંચાડી છે જ્યારે વેપાર વિવાદ, અને ભૌગોલિક તણાવને કારણે તે પહેલેથી જ અર્થવ્યવસ્થા નબળી હતી.
વર્લ્ડ બેંક અને આઈએમએફની વાર્ષિક બેઠક દરમિયાન વિકાસ સમિતિની બેઠકને સંબોધન કરતાં જૉર્જિવાએ કહ્યું કે આ વર્ષની પહેલી છ માસિકમાં જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટા ઘટાડાથી બચી નહીં શકાય. IMFના મેનેજિંગ ડિરેક્ટરએ કહ્યું કે કોવિડ -19 એ વૈશ્વિક અર્થવ્યવસ્થાને એવા સમયે અસર પહોંચાડી છે જ્યારે વેપાર વિવાદ, અને ભૌગોલિક તણાવને કારણે તે પહેલેથી જ અર્થવ્યવસ્થા નબળી હતી.
જૉર્જિવાએ કહ્યું, વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ જેવું સંકટ આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. આ ઘણા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થામાં નીતિ નિર્માતાઓ માટે એક મુશ્કેલ પડકાર છે.