શાકભાજી વેચતા વેપારીના કહેવા પ્રમાણે ટામેટાનું એક ક્રેટ એક સપ્તાહ પહેલા 250-300 રૂપિયામાં આવતું હતું. હાલ તે જ ક્રેટ 400-500 રૂપિયામાં મળે છે. આ જ કારણસર ટામેટાના રીટેઈલ ભાવમાં વધારો થયો છે. ગરમી વધવાથી ટામેટા લાલ થઈ જાય છે. તેમજ બટાટાની કીમતો પણ વધારો જોવા મળ્યો છે. પહેલા બટાટા 10 રૂપિયે કિલો મળતા હતા, હવે તે 20 રૂપિયે દોઢ કિલો મળતા થયા છે. જો કે ડુંગળીના ભાવ સ્થિર રહ્યા છે. કોબીજ અને ફુલાવરના ભાવ વધ્યા નથી.
ગરમીને કારણે શાકભાજી થયા મોંઘા, ગૃહિણીનું બજેટ ખોરવાયું - summer
નવી દિલ્હી: ગરમી વધવાની સાથે લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ગરમીની સૌથી વધુ અસર ટામેટા પર પડી છે. એક સપ્તાહ પહેલા ટામેટા બજારમાં 20-30 રૂપિયે કિલો મળતાં હતા, પણ હવે બજારમાં ટામેટા 40-50 રૂપિયે કિલો મળે છે, તેની સાથે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ભીંડા, તુરીયા અને કારેલાના ભાવ આસમાનને સ્પર્શી ગયા હોય તેવા ભાવ છે. ઉનાળામાં લીલા શાકભાજીની ડિમાન્ડ વધતી હોય છે, સાથે ગરમીને કારણે આવકો પણ ઘટે છે. આથી જ શાકભાજીના ભાવ વધે છે. શાકભાજીના વેપારીઓના કહેવા પ્રમાણે એક સપ્તાહમાં શાકભાજીના ભાવમાં 30-40 ટકાની વૃદ્ધિ થઈ છે.
ફાઇલ ફૉટો
શાકભાજી વેચનારે કહ્યું કે ભીંડા, તુરીયા અને કારેલાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, પાલકના ભાવ પણ વધ્યા છે. તેની સાથે દુધીના ભાવ પણ સામાન્ય વધારો થયો છે. સીતાફળ 5-10 રૂપિયા મોંઘા થયા છે. જથ્થાબંધ બજારમાં હાલ શાકભાજીની આવક ઓછી આવી રહી છે, જે કારણે જે શાકભાજીના ભાવ વધ્યા છે. શાકભાજીના ભાવ વધી જતાં ગૃહિણીના ઘરના બજેટ પર સીધી અસર પડે છે. ઘરના ખર્ચનું બજેટ હાલ તો વધી ગયું છે.