ગુજરાત

gujarat

ETV Bharat / business

GST કરદાતાઓનું ત્રણ કેટેગરીમાં વિભાજન, GSTR-3B ભરવાની અંતિમ તારીખ અલગ અલગ

ગત્ત નાણાંકીય વર્ષમાં 5 કરોડ અને તેનાથી વધુ કારોબાર કરનાર કરદાતાઓ માટે GSTR-3B ભરવાની છેલ્લી તારીખ દર મહિનાની 20 તારીખ હશે. અંદાજે 8 લાખ કરદાતાઓ દર મહિનાની 20 તારીખે વિલંબ વગર રિટર્ન ફાઇલ કરી શકાશે.

etv bharat
etv bharat

By

Published : Jan 23, 2020, 10:23 AM IST

નવી દિલ્હી: એક મુખ્ય નીતિગત નિર્ણયમાં નાણા મંત્રાલયે GST (Goods and Services Tax) ચૂકવનારાઓનેે GSTR 3B રિટર્ન ભરવાની અંતિમ તારીખે રાજ્યો અને કારોબારના આધારે ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વહેચવામાં આવ્યાં છે. આ GSTN Goods and Services Tax Network પોર્ટલ પર બોજો ઓછો કરશે. જેનાથી રિર્ટન દાખલ કરવાની અંતિમ તારીખ ઓછો આઉટરેજ હશે.

કરદાતાઓને દર મહિનાની 10 તારીખે અથવા પહેલા GSTR1 રિટર્નનો આઉટવર્ડ સપ્લાય માટે દાખલ કરવાનો હોય છે અને GSTR 3B દરમહિનાની 20 તારીખે અથવા પહેલા ખરીદી માટે દાખલ કરવાનો હોય છે, પરંતુ નાણાં પ્રધાને લીધેલો નિર્ણય GST ચૂકવનારાઓને ગત્ત વર્ષમાં અનેક કારોબાર અનુસાર ત્રણ અલગ-અલગ શ્રેણીઓ વિભાજિત કરવામાં આવશે અને દરેક GSTR 3B રિટર્ન દાખલ કરવા માટે અંતિમ દિવસે અલગ તારીખ હશે.

પુણે સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રિતમ મહુરેએ કહ્યું કે, GSTR 3Bને ચોંકાવનાર નિશ્ચિત રૂપથી એક યોગ્ય પગલું છે અને GST ચૂકવનારાઓ માટે GST રિટર્ન દાખલ કરવાનો બોજો ઓછો કરશે. ગત્ત નાણાંકીય વર્ષમાં જે વ્યાપારકોનો દર વર્ષનો વ્યાપાર 5 કરોડ રુપિયા કે તેથી વધુ હતો. તે પ્રથમ શ્રેણીમાં આવશે અને આ કરદાતાઓ માટે GSTR 3B રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ, વ્યાપારનું સ્થળ, દર મહિનાની 20મી તારીખ સમાન રહેશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, હવે નાણાંકીય વર્ષમાં 5 કરોડ અને તેનાથી વધુનો કારોબાર કરનારા કરદાતાઓ માટે GSTR 3B ભરવાની અંતિમ તારીખ દર મહિનાની 20 તારીખ હશે. જેનાથી અંદાજે 8 લાખ નિયમિત કરદાતાઓ દર મહિનાની 20મી તારીખે વગર લેટ ફી રિટર્ન ફાઇલ કરી શકશે, પરંતુ GSTR 3B રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ માટે દર મહિનાની 20 તારીખ રહેશે, પરંતુ GSTN પોર્ટલ સર્વર તે સમય દરમિયાન ઓછા ભોજાનો અનુભવ કરશે, કેમકે બે અન્ય કેટેગરીમાં અંદાજે 95 લાખ GST ફાઇલ કરનારાઓની તારીખ વધારવામાં આવશે.

પ્રિતમ મહુરે ETV ભારતને જણાવ્યું કે, GST રિટર્ન કરવાની તારીખ નજીક આવતા GST ચૂકવનાર GSTN પોર્ટલની કામગીરી અંગે ચિંતા કરી રહ્યા હતા. આ પ્રકારે GSTR 3Bના ચોંકાવનારા નિર્ણયથી વપરાશકર્તાઓને સકારાત્મક પ્રભાવ પડવાની આશા છે. ગત્ત નાણાંકીય વર્ષમાં 5 કરોડથી ઓછા વાર્ષિક કારોબાર કરનારા કરદાતાઓને તેમના વ્યવસાય સ્થળ અનુસાર, પેટા વર્ગોમાં વિભાજીત કરવામાં આવશે.

આંધપ્રદેશ, તેલગંણા, કર્ણાટક, તમિલનાડુ અને પોડુંચેરી, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, અંદમાન-નિકોબાર દ્રીપ, લક્ષદ્રીપ જેવા 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના કરદાતાઓ દર મહિને 22 તારીખ સુધી લેટ ફી વગર GSTR 3B રિટર્ન દાખલ કરવાની પરવાનગી આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, અંદાજે 49 લાખ GST રજીસ્ટ્રેટ વ્યવસાય આ શ્રેણીમાં આવે છે અને આ પગલાથી તેમને ફાયદો થશે. કારણ કે, 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વ્યવસાયની GSTR 3B દાખલ કરવા માટે વધુ સમય હશે અને લેટ ફી વગર રિટર્ન ચૂકવવાનું રહેશે. ત્રીજી શ્રેણીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અંદાજે 46 લાખ GST ચુકવણીઓ થાય છે. તેમનો GSTR 3B રિટર્ન દાખલ કરવા માટે 2 દિવસ વધુ થશે.

GSTએ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને 7 ઉત્તર-પૂર્વી રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુરથી રજિસ્ટર્ડ વ્યવસાયો મિજોરમ, સિક્કીમ, ત્રિપુરા અને મેધાલય, જેનું ટર્નઓવર ગત્ત નાણાંકીય વર્ષમાં 5 કરોડ રુપિયાથી ઓછો હતો. હવે વગર લેટ ફી ચૂકવી દર મહિને 24 તારીખ સુધી તેમને GSTR 3B રિટર્ન દાખલ કરવાની અનુમતિ આપવામાં આવશે. ટેક્સ નિષ્ણાતોના મતે, બીજા અન્ય રાજ્યોમાં, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની વિવિધ તારીખો છે. વૈશ્વિક સ્તર પર પણ, રિટર્ન ફાઈલ પોર્ટલ પર લોડથી બચવા માટે સંયુક્ત અરબ અમીરાત સહિત વધુ દેશોએ વેટ રિટર્ન દાખલ કરવાની પ્રકિયાને પણ અલગ કરી છે. નાણાં મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અંગે વધુ સૂચના બાદમાં જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મામલે GSTN ઈન્ફોસિસની સાથે ચર્ચા કરી છે. ઈન્ફોસિસ આ નેટવર્કનું સંચાલન કરે છે. કંપનીએ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઉપરોક્ત સૂચનો અસ્થાયી રીતે પુરા પાડ્યા છે. આ સિવાય સ્થાયી આધાર પર GSTN ફાઈલિંગ પોર્ટલના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે ઈન્ફોસિસની સાથે કેટલાક તકનીકી પગલાં લેવામાં આવી રહ્યા છે.

(લેખક- વરિષ્ઠ પત્રકાર કૃષ્ણાનંદ ત્રિપાઠી)

ABOUT THE AUTHOR

...view details