ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીય હળદરનું સૌથી મોટું ખરીદનાર છે ઉત્તર અમેરિકા - market

નવી દિલ્હી: વર્ષ 2018 માં દેશની હળદરની નિકાસ વધીને 23.60 કરોડ ડૉલર એટલે કે 1,632 કરોડ પર પહોંચી ગઇ છે. થઈ હતી. ઉત્તર અમેરિકા ભારતીય હળદરના સૌથી મોટા ખરીદનાર છે.આ માહિતી ભારતીય બિઝનેસ પ્રમોશન કાઉન્સિલના આંકડામાં જાહેર કરવામાં આવી છે.

file photo

By

Published : Jun 27, 2019, 4:19 PM IST

Updated : Jun 29, 2019, 3:07 PM IST

કાઉન્સિલના ચેરમેન મોહિત સિંઘે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આપણે હળદરના નિકાસમાં વૈશ્વિક સ્તર પર અગ્રણી છીએ. ઉત્તર અમેરિકા આપણું સૌથી મોટું પ્રાદેશિક બજાર છે જ્યારે યુરોપ સૌથી ઝડપથી વિકસતું બજાર છે."

તેમણે કહ્યું કે હળદર ભારતીય મસાલામાં ત્રીજું સૌથી નિકાસ થવાવાળા મસાલાનું એક છે. તેમણે કહ્યું કે ભારતીય હળદરના મુખ્ય બજારોમાં સંયુક્ત આરબ એમિરેટ્સ, ઇરાન, અમેરિકા, શ્રીલંકા, જાપાન, બ્રિટન, મલેશિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

સિંગલાએ જણાવ્યું કે હળદરના નિકાસમાં સ્પર્ધા કરતા દેશોમાં મ્યાનમાર, ઇન્ડોનેશિયા અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, "ભારત હળદરનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર છે."

Last Updated : Jun 29, 2019, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details