ગુજરાત

gujarat

ETV Bharat / business

ઇન્ટરનેટ બેન્કીંગ કરનારા માટે ખુશ ખબર, ડિસેમ્બરથી 24 કલાક કરી શકાશે NEFT

મુંબઇ: રીઝર્વ બેન્કની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ, રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાન્તા દાસે ડિસેમ્બરથી NEFT દ્વારા 24 કલાક ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

dfh

By

Published : Aug 9, 2019, 12:11 PM IST

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ઇન્ટરનેટ બેન્કિંગને વધુ સરળ બનાવવા માટે, રિઝર્વ બેન્કે ડિસેમ્બરથી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરની સુવિધા 24 કલાક પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં, ગ્રાહક માત્ર સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી NEFT કરી શકે છે. હવે રિઝર્વ બેન્કે નિર્ણય કર્યો છે કે ડિસેમ્બર 2019 થી, NEFT 24 કલાક કરી શકાશે.

1 જુલાઇથી શુલ્ક કરવામાં આવી હતી NEFT સુવિધા

જુનમાં RBIની નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં, આરબીઆઈએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર દ્વારા ટ્રાન્ઝેક્શનની સુવિધા મફત કરી હતી.

NEFT શું છે?

દેશમાં બેન્કો દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાની એક રીત છે, એટલે કે, સામાન્ય ગ્રાહકો અથવા કંપનીઓ તેને અન્ય શહેરની શાખા અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા અથવા કંપનીના બેન્ક અકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી શેકે છે. NEFT નો ઉપયોગ ઇન્ટરનેટ દ્વારા બે લાખ રૂપિયા સુધીના વ્યવહાર માટે થાય છે.

ABOUT THE AUTHOR

...view details