ઉપરાષ્ટ્રપતિનું નાણાપ્રધાનને સૂચન કહ્યું, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે ઉપરાષ્ટ્રપતિ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ તકે નાયડૂએ નાણાપ્રધાને આગામી બજેટ વિશે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં અન્ય વાતો સિવાય કૃષિ ક્ષેત્રના હિતોની રક્ષા કરવા સંબધિત સૂચનો કર્યા હતા.
સ્પોટ ફોટો
ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાનને આયાત નિકાસ નીતિની સમીક્ષા કરવા તથા ખેતી સમુદાયના હિતોની રક્ષા કરવાનું પણ સૂચન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ નાણાપ્રધાને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, આંધ્ર પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવે. તેને વિશેષ પેકેજ અને વિશેષ મદદ કરવી જોઈએ. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીએ રાજ્ય માટે વિશેષ આર્થિક પેકેજને જાહેરાત કરી હતી.
Last Updated : Jun 26, 2019, 8:52 PM IST