નવી દિલ્હી : વૈશ્વિક સૂચકઆંક અને દેશમાં કોરોના વાઇરસના ચેપથી સંબંધિત સમાચારના ટ્રેડિંગ સત્રો આ અઠવાડિયામાં શેર બજારોની દિશા નિર્ધારિત કરશે.
વિશ્લેષકોના જણાવ્યાંનુસાર, આ અઠવાડિયે મંગળવારે રામ નવમીની ઉજવણી માટે બજારો બંધ રહેશે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "અર્થતંત્ર અને ચેપગ્રસ્ત લોકો બંનેમાં જ્યાં સુધી કોરોના વાઇરસની વાસ્તવિક અસર જાણી શકાશે નહીં ત્યાં સુધી સરકાર અને રિઝર્વ બેંકના રાહત પગલાંની મર્યાદિત અસર પડશે. ગયા સપ્તાહે બજારમાં તેજી આવી હતી. તે જોતાં રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. તેેઓએ રોકાણના બદલે સારા શેર ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. "