ગુજરાત

gujarat

ETV Bharat / business

દિલ્હીમાં પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલમાં થતો ભાવ વધારો લોકોના માથાનો દુખાવો બની ગયો છે. નવી દિલ્હીમાં તો 1 જાન્યુઆરીથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલમાં 4 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. સતત સાત દિવસથી અહીં કિંમતમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં પેટ્રોલમાં 20 અને ડીઝલમાં 15 રૂપિયા પ્રતિ લિટરે વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો
દિલ્હીમાં પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો

By

Published : Feb 15, 2021, 1:30 PM IST

  • નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો
  • વિદેશી બજારમાં કાચા તેલની કિંમત વધતા ભાવ વધારો
  • શિમલામાં પેટ્રોલની કિંમત રૂ. 86.78 સૌથી ઓછી

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. વિદેશી બજારમાં કાચા તેલની કિંમત વધી રહી છે, જેની અસર અહીં જોવા મળે છે.

1 જાન્યુઆરીથી શરૂ થયેલો ભાવ વધારો હજી પણ યથાવત્

દિલ્હીમાં આજે 15 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત 88.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 79.35 રૂપિયા પ્રતિ લિટર પહોંચી છે. રવિવારે પેટ્રોલની કિંમત 88.73 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 79.06 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચી છે. જ્યારે મુંબઈમાં 15 ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમત 95.46 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.34 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે પહોંચ્યું છે. જ્યારે રવિવારે પેટ્રોલની કિંમત 95.21 અને ડીઝલની કિંમત 86.04 રૂપિયા થઈ હતી.

શિમલામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ સૌથી ઓછા

જોકે, અત્યારે તો સૌથી ઓછી પેટ્રોલની રૂ. 86.78 કિંમત શિમલામાં જોવા મળી છે. જ્યારે સૌથી સસ્તુ ડીઝલ પણ શિમલામાં જ છે. શિમલામાં ડીઝલની પ્રતિ લિટરે રૂ. 78.63 છે.

ABOUT THE AUTHOR

...view details