ગુજરાત

gujarat

ETV Bharat / business

IMFના બાહ્ય સલાહકારોના સમૂહમાં રઘુરામ રાજન થયા સામેલ - રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને 11 અર્થશાસ્ત્રીઓ સાથે મળીને બાહ્ય સલાહકારોનું એક સમૂહ બનાવ્યો છે. જે કોરોના વાઈરસની મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી અંગે ચર્ચા કરીને નીતિગત મુદ્દાઓને IMFના પ્રમુખ સમક્ષ રજૂ કરીશું.

Raghuram Rajan
Raghuram Rajan

By

Published : Apr 11, 2020, 10:36 AM IST

વૉશિગ્ટનઃ રિઝર્વ બેન્કમાં પૂર્વ ગવર્નર આંતરરાષ્ટ્રીય મુદ્દાકોષ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટાલિના જૉજીવાના બાહરી સલાહકારના સમૂહના સભ્ય બન્યા હોવાની વાત શુક્રવારે જાહેર કરી હતી.

રાજન અને અન્ય 11 અર્થશાસ્ત્રીઓને બાહ્ય સલાહકાર જૂથના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સલાહકારો આઇએમએફના વડાને વિશ્વના પરિવર્તન અને નીતિ વિષયક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપશે. જેમાં કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઉદભવતા સંકટને કારણે ઉઠાવવામાં આવેલા પગલાં વિશેના મુદ્દાઓને મહત્વ આપવામાં આવશે.

નોંધનીય છે કે, રાજન સપ્ટેમ્બર, 2016 સુધી ત્રણ વર્ષ સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા છે. હાલમાં તે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

જ્યોર્જિવાએ કહ્યું હતું કે, કોરોના વાઈરસ રોગચાળા સામે પડકારો પડતા પહેલા તેના સભ્ય દેશના ઝડપથી બદલાતા વિશ્વના અને જટિલ નીતિના મુદ્દાઓનો સામનો કરી રહ્યા હતા. આ સંદર્ભે IMFના અંદરના અને બાહ્ય સ્ત્રોતે ઉચ્ચનીતિ ઘડવી પડશે. તેની માટે બજારના અનુભવી વિશેજ્ઞોની સલાહકાર સમૂહમાં જોડાયા છે. "

આ સમૂહમાં સમાવિષ્ટ અન્ય સભ્યોમાં સિગાપુરના વરિષ્ઠ પ્રધાન અને સિંગાપોરના નાણાકીય અધિકારીના અધ્યક્ષ તારમણ શનમુગર્ત્નમ, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના પ્રોફેસર ક્રિસ્ટીન ફોર્બ્સ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કેવિન રુડ, યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ લોર્ડ માર્ક માલોકા બ્રાઉનનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details