ગુજરાત

gujarat

એશિયાના અર્થતંત્રને તોડનાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ: વિશ્વ બેંક

By

Published : Mar 31, 2020, 1:13 PM IST

બેંકના અનુમાન પ્રમાણે 1.1 કરોડથી વધુ લોકો ગરીબી રેખા હેઠળ આવી જશે. આ અગાઉના અનુમાનથી વિપરીત છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વર્ષે વિકાસ દર પૂરતો રહેશે અને 3.5 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવશે.

એશિયાના અર્થતંત્રને તોડનાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ: વિશ્વ બેંક
એશિયાના અર્થતંત્રને તોડનાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ: વિશ્વ બેંક

વોશિંગ્ટન: વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે ચીન અને અન્ય પૂર્વ એશિયા પેસિફિક દેશોની અર્થવ્યવસ્થા ખૂબ ધીમી ગતિ રહેશે, જેના કારણે લાખો લોકો ગરીબી તરફ જશે.

સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં બેંકએ આ ભય વ્યક્ત કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે આ ક્ષેત્રનો વિકાસ દર 2.1% હોઈ શકે છે, જે 2019માં 5.8% હતો.

ઉપરાંત જણાવ્યુ હતું કે, ચીનનો વિકાસ દર પણ ગયા વર્ષે 6.1 ટકાથી ઘટીને આ વર્ષે ૨.3 ટકા થશે.

ABOUT THE AUTHOR

...view details