આ પહેલાના સપ્તાહમાં દેશનો વિદેશી વિનિમય અનામત 5.02 અરબ ડૉલરની વૃદ્ધિ સાથે 433.59 અરબ ડૉલર પર પહોંચ્યો હતો.
ભારતની વિદેશી હુંડિયામણ અનામત 437.83 અરબ ડૉલરના ઐતિહાસિક સ્તર પર
મુંબઇ: દેશનો વિદેશી વિનિમય અનામત 4 ઑક્ટોબર સુધીમાં 4.24 અરબ ડૉલર વધીને 437.83 અરબ ડૉલરના ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેન્ક દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
forex
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત 3.99 અરબ ડૉલરની વૃદ્ધિ સાથે 405.61 અરબ ડૉલર રહ્યું હતું.
આ દરમિયાન સોનાનો ભંડોળ 23.2 કરોડ ડૉલર વધીને 27.17 અરબ ડૉલર પર પહોંચી ગયો છે.