નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ સોમવારે આશા વ્યક્ત કરી કે, કેન્દ્ર આગામી બે-ત્રણ દિવસમાં નાણાકીય પેકેજની જાહેરાત કરશે. તેમણે કહ્યું હતું કે, રિઝર્વ બેન્ક તરફથી લોન ભરપાઈ કરવામાં ત્રણ મહિનાની છૂટ આપવા છતા સ્થિતિ ઘણી જ ખરાબ છે.
માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ), માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર ઉદ્યોગો સાથે જ છે, પરંતુ સરકારની મર્યાદાઓને પણ સમજવાની જરૂર છે.
ગડકરીએ કહ્યું કે, અમે લોકોને સુરક્ષિત રાખવા માટે અમારી તરફથી શક્ય તેટલા પ્રયોસે કરી રહ્યા છીએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે, જાપાન અને અમેરિકન સરકારોએ મેક્રો ઇકોનોમિક પેકેજની જાહેરાત કરી હતી અને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેમની અર્થવ્યવસ્થા ભારત કરતા મોટી છે. કોરોના વાઇરસ સંકટ અને તેના નિવારણ માટે 'લોકડાઉન' ધરાવતા લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે 27 માર્ચે લોન ચુકવણી માટે ત્રણ મહિનાનો વધારાનો સમય સહિતના ઘણાં પગલાંની જાહેરાત કરી હતી.
વીડિયો કોન્ફરન્સ દ્વારા તેલંગાણા ઉદ્યોગ સાથેની વાતચીતમાં પ્રધાને કહ્યું કે, તેમણે નાણાંમંત્રાલયને એવી સંભાવના શોધવાનું કહ્યું છે કે આવકવેરા અને જીએસટી (ગુડ્સ અને સર્વિસ ટેક્સ) ની રિફંડ ચૂકવણી તરત જ સંબંધિત વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે.
ગડકરીએ કહ્યું કે, તેમણે એમએસએસએમઇ અને ઉદ્યોગ સાથે વાતચીતમાં જે વાતો બહાર આવી તે નાણાંપ્રધાન અને વડા પ્રધાન સાથે શેર કરી છે. પ્રધાને કહ્યું કે, બે-ત્રણ દિવસની અંદર તેઓ સરકાર પાસેથી પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે.