ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6 વર્ષના નીચલા સ્તરે 4.5 ટકાથી વધુ હોવાને કારણે ક્રેડિટ વિસ્તાર નાણાકીય વર્ષ 2020માં 6.5થી 7 ટકા જે ગત 6 દાયકાના નીચલા સ્તરે પહોંચી શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત નાણાકીય વર્ષમાં ક્રેડિટ ગ્રોથ 13.3 ટકા હતો.
RBIની (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) વેબસાઈટ પરના વાર્ષિક ક્રેડિટ ગ્રોથના ડેટા અનુસાર જો પૂર્વાનુમાન સાચું રહેશે તો, નાણાકીય વર્ષ 2020માં ભારતનો ક્રેડિટ ગ્રોથ છેલ્લા 58 વર્ષમાં સૌથી ઓછો ક્રેડિટ ગ્રોથ હશે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 1962માં ક્રેડિટ ગ્રોથ 5.4 ટકા નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, GDP ગ્રોથ બીજા ક્વાર્ટરમાં 25 ક્વાર્ટરના નીચલા સ્તરે 4.5 ટકા અને પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકાના સ્તરે નોંધાયો હતો.