રિયાદઃ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ની પ્રમુખ ક્રિસ્ટાલીના જોર્જીવાએ રવિવારે કહ્યું કે, કોરોના વાયરસની અસરને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો આવતા વાર લાગશે. કોરોના વાયરસ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિના સુધારા વચ્ચે અડચણ બને તેવી શક્યતા છે.
કોરોના વાયરસ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટો ખતરોઃ IMF
IMFએ G-20 દેશોના વિદેશ પ્રધાનો અને સેન્ટ્રલ બેન્કોના ગવર્નરો સાથેની બેઠકના બીજા દિવસે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ની પ્રમુખ ક્રિસ્ટાલીના જોર્જીવાએ જણાવ્યું કે, આર્થિક વિકાસના દરમાં સુધારો હવે વધુ ધીમો પડે તેવી શક્યતા છે.
વૈશ્વીક અર્થવ્યવસ્થામાં સુધારામાં અડચણરૂપ બનશે કોરોના વાયરસ-IMF
G-20 દેશોના નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની બેઠકના બીજા દિવસે અહીં જોર્જીવાએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં અનુમાનિત સુધારો હવે વધુ નાજુક. આરોગ્ય અને તબીબી માટેની વૈશ્વિક કટોકટીના કોવિડ-19 (કોરોના વાયરસ)એ ચીનમાં આર્થિક પ્રવૃત્તિને વિક્ષેપિત કરી છે, જેના કારણે વૈશ્વિક આર્થિક વિકાસમાં સુધારો થવાની રાહમાં અડચણ ઊંભી થઈ શકે છે.