હૈદરાબાદઃ અમેરિકા જેવા અતિ ઘનાઢ્ય અર્થતંત્રનાં પૂર્વ દૃષ્ટાંતના પગલે આશા તો એવી હતી કે ભારતને અતિસમૃધ્ધ બનાવી દેવામાં આવશે, પરંતુ ભારત સરકારે ટૂંકી મદતની જરૂરિયાતોને પહોંચી વળવા સિસ્ટમમાં નાણાંકીય તરલતા પૂરતા પ્રમાણમાં જળવાઇ રહે તે બાબત પણ સુનિશ્ચિત કરી હતી અને ભવિષ્યના ચોતરફી વિકાસને સુનિશ્ચિત કરવા ઘણાં સમયથી પેન્ડિંગ રહેલાં આર્થિક સુધારા હાથ ધરવા કોવિડ-19ને રાજકીય બાબતોનો એક મૂળભૂત મુદ્દો બનાવી દીધો હતો.
આ સમગ્ર પહેલનો પ્રાથમિક આશય શક્ય હોય એટલી ઝડપે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને રોકાણનું એક આકર્ષક ગંતવ્યસ્થાન બનાવી દેવાનો હતો. મૂળ હેતુ ચીન સ્થિત અને પોતાની ફેકટરીઓ કે પ્લાન્ટને અન્ય દેશોમાં ખસેડવા વિચારી રહેલી સંખ્યાબંધ કંપનીઓ પૈકીની થોડીગણી કંપનીઓને ભારતમાં ખેંચી લાવવાનો હતો. ટૂંકી મુદતની કટોકટીને ઓછી કરવા ભારત સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ગરીબોને મદદ કરવા રાંધણ ગેસ, મફત અનાજ મનરેગા અંતર્ગત રોજગાર અને રોકડ જેવા માર્ગે ગરીબોને નાણાંકીય લાભ આપ્યો હતો.
જો કે આ જાહેરાતો પૈકીની મોટાભાગની જાહેરાતો લોકડાઉન પહેલાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવી હતી. કોવિડ-19ના પગલે સર્જાયેલી આર્થિક કટોકટીમાંથી ઉગરવા તાજેતરમાં જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજ અંતર્ગત નાણામંત્રી સીતારમન દ્વારા જાહેર કરાયેલા ત્રણ હપ્તામાં આ લાભ પૈકીના પૈકીનાં મોટાભાગના લાભોને લંબાવવામાંઆવ્યા હતા. મૂલ્યના સંદર્ભમાં જોઇએ તો આ હેડ અંતર્ગત કુલ જોગવાઇની રકમ કુલ જીડીપીના 2 ટકાથી વધી જાય છે. બાકીની બધી જાહેરાતો ફક્ત નાણાંકીય નીતિને થાબળવાની હતી, દૃષ્ટાંત તરીકે દેશના મહત્વના ક્ષેત્રો માટે એક ફાઇનાન્સ વિન્ડો ઉભી કરવી.
આ આર્થિક પેકેજનો સૌથી મોટો લાભ તો અક્ષમ અથવા તો બિન-વ્યૂહાત્મક જાહેર સાહસોના વેલ્યુને અનલોક કરીને અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના વિકાસને અનુકૂળ હોય એવી એક ઇકો-સિસ્ટમ ઉબી કરવામાં રહેલો છે. આવકના સ્ત્રોત તદ્દન અસ્પષ્ટ કોવિડ-19ની કટોકટીને પહોંચી વળવા ભારતે દૃષ્ટાંત બેસાડે એવી તત્પરતા દર્શાવી છે, કેમ કે સરકારે રૂ. 1.70 લાખ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંતર્ગત લાભાર્થીઓના ખાતાંઓમાં તાત્કાલિક સીધા નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા.
નાણાંકીય લાભ છૂટા કરવા સહેલું નથી. અમેરિકાના નાગરિકોને કોવિડ-19નો નાણાંકીય લાભ લેવા માટે નોંધણી કરાવવાનું કહેવાયું હતું જેનાં પગલે લગભગ મોટાભાગના રાજ્યોની વ્યવસ્થા તૂટી પડી હતી. આ બધાની તુલનામાં ભારતમાં સરળતાથી આ કાર્ય પૂરું કરી દેવાયું હતું, કેમ કે મોદી સરકાર પ્રથમ વાર જ્યારે સત્તામાં આવી ત્યારે જ જનધન અને આધાર કાર્ડનું જોડાણ કરી દેવા જેવા કેટલાંક પગલાં લેવાઇ ચૂક્યા હતા. જીડીપીની સામે 70 ટકા દેવાનો રેશિયો અને 6.5 ટકા જેટલી સંચિત રાજકોષિય ખાધ ( રાજ્યોની ખાધ સહિતની) હોવા છતાં ભારતે નાણાંનો રોકડ લાભ આપવામાં જાપાન અને અમેરિકા જેવા ધનાઢ્ય અર્થતંત્રના પૂર્વ દૃષ્ટાંતનું અનુકરણ ન કરીને યોગ્ય પગલું ભર્યું જો કે કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ફાળવણી ઉપરાંતના વધારાના ખર્ચ માટે કેવી રીતે જોગવાઇ કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી.
રાજ્યોને 4.28 લાખ કરોડના ઉછીના નાણાં લેવા માટે સુધારા સાથે સંકળાયેલ વિન્ડો ઉભી કરવાની મંજૂરી અપાઇ છે તે બાબતને ધ્યાનમાં લેતાં કેન્દ્ર સરકાર પાસે ઉછીના નાણાં લેવા માટે ભાગ્યેજ કોઇ જગ્યા બાકી રહેશે. શું ભારત રૂપિયાની નોટો છાપીને તેની નકારાત્મક અસરને નિમંત્રણ આપશે? નાણાંમંત્રીએ સતત પાંચ દિવસ સુધઈ કરેલી જાહેરાતમાં આ બાબતની ક્યાંય સ્પષ્ટતા કરી નથી. ઘમું કરીને એમ લાગે છે કે કેન્દ્ર સરકાર આ વિકલ્પ ખુલ્લો રાખશે તેમ છતાં તે ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગે નવા સ્ત્રોત ઉભા કરવાના વિકલ્પને વધુ અગ્રિમતા આપશે. આવક એકઠી કરવામાં સર્વત્ર પ્રવર્તી રહેલી અનિશ્ચતાને ધ્યાનમાં લેતાં આ બાબતે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. અને તેથી જ કદાચ હાઇવેના માળખાનું સર્જન કરવાની નવી કોઇ જાહેરત કરવાનું ટાળ્યું હતું.
જો કે જીડીપીની વૃધ્ધિમાં હાઇવેના બાંધકામને રોજગાર પેદા કરવાનું સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે તેમ છતાં તે અંગેની જાહેરાતને ટાળવામાં આવી તે બાબતે થોડું આશ્ચર્ય થાય છે. જો કે સરકારે ભારતમાલા યોજના અંતર્ગત પાઇપલાઇન નાંખવાના વિશાળ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તેથી હવે એવી શક્યતા રહેલી છે કે નવી કોઇ જાહેરાતનો માર્ગ મોકળો થાય તે પહેલાં આ પ્રોજેક્ટના અમલીકરણની ઝડપ કેવી રહેશે તે બાબત નક્કી થઇ જાય તેમ છે. ખરેખર અત્યંત નક્કર પગલું! સમગ્ર બનાવોની શ્રૃખંલા જોઇએ તો કોઇપણ વ્યક્તિ એવું તારણ જરૂર કાઢી શકે કે કેન્દ્ર સરકારે જોખમ ઉઠાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તે ઉઠાવવા લાયક જોખમ હતું. કોવિડ-19 બાદના વિશ્વમાં આશ્ચર્યજનક જો કોઇ પાસું જોવા મળ્યું હોય તો એ છએ નિર્ણય કરવાની ક્ષમતા અને ઝડપ.
સામાન્ય સંજોગોમાં જો કોઇ પ્લાન્ટને એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવો હોય તો જગ્યા શોધવા માટે સંખ્યાબંધ મુલાકાતો લેવામાં આવે, ત્યારબાદ અબ્યાસ કરાય, પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે મંત્રાણા ને ચર્ચા-વિચારણા થાય અને છેલ્લે બીઝનેસ સ્તરે ચર્ચા-વિચારણા. પરંતુ દક્ષિણ કોરિયાએ કોવિડના ટેસ્ટ માટેની કીટ માટે જે રોકાણ કર્યું તેમાં કે પછઈ જર્મનીની વોન વેલ્ક્ષ કંપનીએ પોતાના જૂતાં બનાવતાં પ્લાન્ટને ચીનમાંથી ઉત્તર પ્રદેશમાં ખસેડી લીધો તેમાં આવી કોઇ બાબત જોવા મળી નહોતી. એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે કોવિડ-19 બાદના જગતમાં જોખમ ઉઠાવવાની ભૂખ ઉઘડી છે. અને આ બાબત ઓક્ષફર્ડ યુનિવર્સિટિ દ્વારા કોવિડ-19ની રસીનો ટ્રાયલ પૂરો થાય તે પહેલાં પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના આ રસી બનાવવાના કાર્યમાં આગળ વધવાના નિર્ણયમાં પણ જોઇ શકાઇ હતી. કેટલાંક સંજોગો હેઠળ ભારત પાસે પોતાનું ઘર ઠીકઠાક કરવા માટે ઝડપથી અને ત્વરિત પગલાં લેવા માટે મર્યાદિત વિકલ્પો છે.
જો કે ભારતે સુધારાની જાહેરત કરવા સંસંદનું આગામી સત્ર બોલાવવાની રાહ જોયા વિના આ અઘરું કામ કરવાનો નિર્ણય લઇ લીધો હતો. મજબૂત સુધારા સરકાર દ્વારા સુધારા માટે ઉઠાવેલી પહેલ ખરેખર મજબૂત છે ખેડૂતોને પોતાની ખેત-પેદાશોના વેચાણ માટે અપાયેલી સંવતંત્રતાનું ઉદાહરણ લો, જેમાં ખેતપેદાશોને ખેતરમાં જ પ્સોસેસ કરવાની સુવિધા ઉભી કરવાની પણ છૂટ આપવામાં આવી છે. જો આ સુધારાનો અમલ કરવામાં આવશે તો ખેતી અને વેપારની હાલની પધ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી જશે કેમ કે હાલની પધ્ધતિમાં બાગાયતી ખેતપેદાશોમાંથી 40 ટકાનો વ્યય થાય છે અને વચેટિયાઓ અને દલાલો વગર મહેનતે ઘણી મોટી મલાઇ સેરવી લે છે.
તામિલનાડુ જેવા રાજ્યએ તો સંબંધિત કાયદાકીય જોગવાઇઓમાં ક્યારનોય સુધારો કરી નાંખ્યો છે. જો કે ઘણા રાજ્યોએ હાલના સ્થાપિત હિતોના સ્વાર્થને ધ્યાનમાં લેતાં આવી પહેલનો વિરોધ કર્યો છે. નાણાંકીય રીતે નબળા ગણાતા પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો તો આવા કોઇ પણ સુધારાને રોકવાની ઝૂંબેશમાં હંમેશા પ્રથમ હરોળમાં જ રહેતાં હોય છે. જો કે આ પહેલને ઉઠીના નાણાં લેવાની મર્યાદા સાથે સાંકળી લેવાથી રાજ્યો પાસે ખુબ જ મર્યાદિત વિકલ્પ બાકી રહે છે. જો કે અમલ કરવામાં આવે તો આ સુધારાની સૌથી સારી બાબત એ છે કે તેનાથી પ્રવર્તમાન પ્રાદેશિક એવી પુષ્કળ અસમાનતા દૂર કરવામાં મદદ મળી રહેશે અને ભારત રોકાણ કરવા માટેનું તથા માર્કેટિંગ માટે એક શ્રેષ્ઠ ગંતવ્યસ્થાન છે એ બાબતને ઘણું પ્રોત્સાહન મળી રહેશે.