ગુજરાત

gujarat

ETV Bharat / business

ફકત 7 દિવસમાં 500 રેલવે સ્ટેશન WiFi સાથે જોડાયા

નવી દિલ્હી: રેલવે સ્ટેશન પર પહોંચવામાં ટ્રેન ભલે મોડું કરે, પરંતુ સ્ટેશન પરનું વાઇફાઇ અને તેની સ્પીટ તમને ખુશ કરી દેશે. ફકત 7 દિવસમાં ભારતીય રેલવેએ 500 સ્ટેશનને વાઈફાઈ સાથે જોડી દીધા છે. આ સાથે સાહિબાબાદ રેલવે સ્ટેશન રેલવાયર વાઈફાઈ સુવિધા સાથે 1500મું સ્ટેશન બની ગયું છે.

By

Published : Apr 6, 2019, 5:01 PM IST

ફાઇલ ફોટો

રેલવે મંત્રાલય હેઠળ કામ કરનારી મિનીરત્ન કંપની રેલટેલને દેશના તમામ રેલવે સ્ટેશનોને વાઈફાઈ સાથે જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત 4,791 રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રેલટેલે તાતા ટ્રસ્ટની સાથે સમજૂતી કરી છે.

ડિજિટલ ઈન્ડિયાની પહેલના ભાગરૂપે મોદી સરકારે દેશના તમામ રેલવે સ્ટેશનો પર મફત વાઈફાઈ સુવિધા આપવાનું વચન આપ્યું છે. જાન્યુઆરી-2016માં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને હાઈ સ્પીડ ગૂગલ વાઈફાઈની શરૂઆત કરી હતી. મોટા સ્ટેશનો પર સુવિધા આપ્યા પછી હવે નાના સ્ટેશનો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે.

સ્પોટ ફોટો

આ સુવિધાનો ઉપયોગ સ્માર્ટફોન ઉપયોગ કરનાર તમામ મુસાફરો કરી શકે છે. સ્ટેશનો પર વાઈફાઈનો લાભ ઉઠાવનારા મુસાફરો તેમના સ્માર્ટફોનમાં વાઈફાઈ ઑન કરીને રેલવાયર વાઈફાઈ નેટવર્કને સીલેક્ટ કરવાનું રહે છે. મોબાઈલ નંબર એન્ટર કરવાથી એક ઓટીપી નંબર મળશે, જે ઓટીપી એન્ટર કરતાં મોબાઈલ વાઈફાઈ નેટવર્ક સાથે જોડાઈ જશે.

ABOUT THE AUTHOR

...view details