ગુજરાત

gujarat

ETV Bharat / business

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર, ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો

અમદાવાદઃ શહેર મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના વર્ષ 2020-21નું બજેટ શુક્રવારના રોજ મંજૂર થયું છે. જેમાં રૂપિયા 687.58 કરોડના ડ્રાફટ બજેટ સામે 10 કરોડ 41 લાખ 30 હજારના વધારા સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ સમયે મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ તથા પક્ષના લોકો પણ હાજર રહ્યા હતા.

education board budget
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર

By

Published : Jan 10, 2020, 4:09 PM IST

વર્ષ 2019-20માં 673 કરોડનું બજેટ મંજૂર થયું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે 25 કરોડનો વધારો કરાયો છે. વર્ષ 2019-20માં રૂપિયા 668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. જેમાં 5 કરોડના વધારા સાથે બજેટ મંજૂર થયું હતું.

આ વખતના બજેટની મોટાભાગની રકમ કર્મચારીઓના પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવશે. તેમ જ વિદ્યાર્થીઓના વિકાસ શૈક્ષણિક પ્રવૃત્તિ શાળા અને ઑફીસને લગતી પ્રવૃતિ પાછળ થનારો ખર્ચ કુલ બજેટના 19.78 ટકા કરાયો છે. જે ગત બજેટની સરખામણીએ 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કુલ બજેટના 80.22 ટકા એટલે કે રૂપિયા 551 કરોડ એસ્ટાબ્લિશમેન્ટ પર પગાર પાછળ વપરાશે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર

બીજી તરફ સ્કૂલ બોર્ડના સભ્ય ઇલયસ કુરેશી વિરોધ દર્શાવતા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 70 સ્કૂલ ઘટી છે. તેમજ 20,000 વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષમાં ઘટ્યા છે. સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે સવાલો ઉઠાવ્યા, ત્યારે માત્ર કમ્પ્યુટર અને પ્રોજેક્ટર આપવાથી સ્માર્ટ સ્કૂલ બની જતી નથી. બાળકોને આજે સારું જમવાનું ન મળતાં કુપોષણનો શિકાર બની રહ્યા છે.


વર્ષ 2020-21નું બજેટ

1. 10 હાઈ ટેક સ્કૂલ, 25 સ્માર્ટ અને 20 નવી સ્કૂલ બનવાનું આયોજન

2. વિદ્યાર્થીઓના વિકાસ શિક્ષણ સ્વચ્છતાના કાર્યક્રમો માટે 15 0કરોડ

3. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભવન માટે 4 કરોડ

4. નવી શાળાઓ માટે 10 કરોડ

5. સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ અને સ્માર્ટ સ્કૂલ વીડિયો ક્લાસ માટે 5 કરોડ

6. વિજ્ઞાન પ્રયોગશાળા અને ઇ-લાઇબ્રેરી માટે 50 લાખ

7. પંચાયતની શાળાઓના હસ્તાંતરણ અને કર્મચારીઓના પગાર પેટે 15 કરોડ

8. શાળાના નવીનીકરણ માટે 34 કરોડ

9. દસ હાઇટેક શાળાઓ અને નવી શાળાઓ માટે 25 કરોડ

10. શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે તથા શૈક્ષણિક વિકાસ માટે 136 કરોડ 3 લાખ 40 હજાર

ABOUT THE AUTHOR

...view details