ગુજરાત

gujarat

ETV Bharat / business

TikTokએ ભારતમાં નવો સેફ્ટી ફીચર કર્યો લોન્ચ - india

નવી દિલ્હી: નાના વિડીયોઝ બનાવવા પ્રખ્યાત પ્લેટફોર્મ ટિક ટૉકે સોમવારે ભારતમાં એક નવું સેફ્ટી ફીચર 'ડિવાઇસ મેનેજમેન્ટ' લોન્ચ કર્યું. આ નવું ફિચર ભારતમાં વપરાશકર્તાઓને તેમના ખાતા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે મદદ કરશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 18, 2019, 9:37 AM IST

Updated : Jun 18, 2019, 10:53 AM IST

વપરાશકર્તાઓ પોતાના એકાઉન્ટની સુરક્ષાને વધુ સારી બનાવાવા માટે ટિકટૉક એપ્લિકેશનની અંતર્ગત સત્રોને સમાપ્ત કરવા અથવા અન્ય ઉપકરણોથી તેમના એકાઉન્ટને દૂર કરવા સમર્થ હશે.

કંપની અનુસાર, આ સુવિધા વપરાશકર્તાઓને તેના એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટિકટૉક ભારતમાં પોતાના 20 કરોડ યુઝર્સ માટે એક સુરક્ષિત અને સકારાત્મક અનુભવ પ્રદાન કરે છે. આ દ્વારા, વપરાશકર્તાઓ તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે બધી માહિતીથી સજ્જ કરવામાં આવે છે, જેના માટે ઇન-એપ ટૂલ અને શૈક્ષણિક સામગ્રી તેમને પ્રદાન કરવામાં આવે છે. "

'ડિવાઇસ મેનેજમેન્ટ' સુવિધા ટિકટૉકની 13 સલામતી સુવિધાઓની હાલની સુવિધા ઉપરાંત છે. કંપનીએ દાવો કર્યો છે કે એજ ગેટ, પ્રતિબંધિત મોડ, સ્ક્રીન ટાઇમ મેનેજમેન્ટ, કમેન્ટ ફિલ્ટર્સ અને સેફ્ટી સેન્ટર જેવી સુવિધા વપરાશકર્તાઓને તેમના વિડીયો દ્વારા સુરક્ષિત રીતે તેમની રચનાત્મક અભિવ્યક્તિ પ્રદર્શિત કરવામાં સહાય કરે છે.

Last Updated : Jun 18, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details