ICICI બેન્કના ઓપરેશન્સ અને કસ્ટમર સર્વિસના વડા, અનુભૂતિ સંઘાએ જણાવ્યું હતું કે, આ રોબોટિક આર્મ્સ હાલમાં મુંબઇ અને સાંગલી (મહારાષ્ટ્ર), નવી દિલ્હી, બેંગ્લુરુ અને મંગલુરુ (કર્ણાટક), જયપુર, હૈદરાબાદ, ચંદીગઢ, ભોપાલ, રાયપુર, સિલિગુડી અને વારાણસીમાં કામ કરી રહ્યા છે.
ICICI બેન્કમાં રોબોટ્સ કરશે ચલણી નોટોની ગણતરી
મુંબઇ: ખાનગી ક્ષેત્રની અગ્રણી આઈસીઆઈસીઆઈ બેન્ક, દેશની પહેલી બેન્ક બની ગઇ છે, કે જેણે ચલણ ચેસ્ટમાં કરોડોની નોટો ગણવા માટે ઔદ્યોગિક 'રોબોટિક આર્મ્સ' નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
etv bharat
તેમણે કહ્યું કે, આ 14 મશીનો (રોબોટિક આર્મ્સ) 12 શહેરોમાં તૈનાત કરવામાં આવ્યા છે કે જેથી આ તમામ રોબોટિક આર્મ્સ કામકાજના દિવસોમાં 60 લાખની નોટ અથવા વાર્ષિક આશરે 1.80 અરબ નોટોની ગણતરી કરી શકે.
તેમણે આગળ કહ્યું કે, ICICI બેન્ક એ ભારતની પ્રથમ વ્યાપારી બેન્ક છે અને વિશ્વની કેટલીક એવી બેન્કોમાંની એક છે, કે જે રોકડ પ્રક્રિયા માટે રોબોટિક આર્મ્સનો ઉપયોગ કર્યો છે.