નવી દિલ્હી: ચીની મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદક ઓપ્પોએ રવિવારે કહ્યું કે, તેણે નોઈડામાં તેની ફેક્ટરીમાં કામ બંધ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે, જ્યાં સુધી તેના તમામ 3,000 કર્મચારીઓના કોરોના વાયરસની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફેક્ટરીમાં કામ બંધ રહેશે.
ઓપ્પોએ નોઈડા ફેક્ટરીમાં કામ અટકાવ્યુ, 3 હજાર કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવશે
શુક્રવારે ઓપ્પો કંપનીએ ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી લીધા બાદ લગભગ 30 ટકા કર્મચારીઓ સાથે કામગીરી શરૂ કરી હતી.
ઓપ્પોએ નોઈડા ફેક્ટરીમાં કામ અટકાવ્યુ, 3,000 કાર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવશે
શુક્રવારે કંપનીએ ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી લીધા બાદ લગભગ 30 ટકા કર્મચારીઓ સાથે કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ માટે સેમ્પલ મોકલ્યા છે.
ઓપ્પોએ રવિવારે મોડી સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા તમામ કર્મચારીઓ અને નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, અમે ગ્રેટર નોઈડામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતેની તમામ કામગીરી અટકાવી દીધી છે અને 3,000થી વધુ કર્મચારીઓ માટે કોવિડ -19 ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે, રીપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. "