ચેન્નાઈ: ચેન્નાઈ નજીક શ્રીપેરંબુદુર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) માં આવેલા નોકિયા પ્લાન્ટમાં કામ કરતા 40 કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કંપની અસ્થાયી રૂપે બંધ છે.
પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુના પડોશી જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજ્ય સરકારે ચેન્નઈની બાહરીમાં આવેલા ઉદ્યોગો માટે મંજૂરી આપ્યા પછી 8 મેના રોજ કંપની ફરીથી શરૂ કરી હતી. કંપનીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા, સામાજિક સંતુલનના ધોરણો જાળવવા સલાહ આપવામાં આવી હતી. પરંતુ કેટલાક કર્મચારીઓનો આક્ષેપ છે કે, કંપનીએ સામાજિક અંતરના નિયમોનું કોઇ પાલન કર્યુ નથી.