કંપનીએ ફેબ્રુઆરીમાં આ સ્ટોરની શરૂઆત કરી હતી. સુપરમાર્ટ મુંબઈમાં 91 પિનકોડ ક્ષેત્રોમાં પુરવઠો આપે છે. જે શહેરના લગભગ 85 થી 90 ટકા સુધી રહે છે. વોલમાર્ટની આ કંપનીએ લગભગ દોઢ વર્ષ પહેલા ઓનલાઈન કરિયાણાની શરૂઆત કરી હતી.
ફ્લિપકાર્ટે મુંબઈમાં ઓનલાઈન કરિયાણા સ્ટોર 'સુપરમાર્ટ'ની કરી શરૂઆત
મુંબઈ: ઓનલાઈન ગ્રોસરી બજારમાં મોટી ભાગેદારી મેળવવાના લક્ષ્યની સાથે પ્રમુખ ઈ-ર્કોમર્સ કંપની ફ્લિપકાર્ટે મુંબઈમાં ઓનલાઈન કરિયાણા સ્ટોર ફ્લિપકાર્ટ સુપરમાર્ટ શરૂ કર્યો છે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, ફ્લિપકાર્ટ અત્યારે બેંગલૂરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્હીમાં છે. કંપનીએ ભિવંડીમાં કરિયાણા માટે કેટરિંગ હબ બનાવ્યું છે. કંપની 10,000 ઉત્પાદનો પ્રદાન કરે છે, જેમાં 600 થી 700 ખાનગી લેબલો છે.