ફ્લિપકાર્ટ પ્લસ ગ્રાહકો આ સેલનો ચાર કલાક પહેલાથી લાભ લઇ શકશે, જેથી ખરીદી તેમના માટે વધુ સરળ અને સુલભ થશે. ફ્લિપકાર્ટ એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેન્કના કાર્ડ ધારકોને ખાસ ઓફર પણ આપશે.
ફ્લિપકાર્ટનો 'BIG BILLION DAYS' 29 સપ્ટેમ્બરથી થશે શરુ
બેંગ્લુરૂ: ઇ-કોમર્સ દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટે જાહેરાત કરી હતી કે આ વર્ષે 29 સપ્ટેમ્બરથી BIG BILLION DAYS સેલ શરુ થશે. આ સેલ 4 ઑક્ટોબર એટલે કે 6 દિવસ સુધી ચાલશે.
ફ્લિપકાર્ટ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કલ્યાણ કૃષ્ણમૂર્તિએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, "અમે છેલ્લા એક વર્ષથી બિગ બિલિયન ડે ની તૈયારીઓ કરી રહ્યા છીએ. ગ્રાહકોને વિવિધ વિકલ્પો પૂરા પાડવા અમે આ વર્ષે વધુ બ્રાન્ડ્સ, MSME અને કારીગરોને ઉમેર્યા છે, જેથી ગ્રાહકો ઉત્તમ અનુભવ મેળવી શકે."
છેલ્લા કેટલાક મહિનાઓથી કંપનીએ સપ્લાય ચેનને વધારી છે અને દેશની એવી જગ્યાઓએ વસ્તુઓને પહોંચાડી છે, જે જગ્યાએ બીજી કોઇ કંપની પહોંચાડતું નથી. આ ઉપરાંત કંપનીએ 30 હજાર કરીયણા સ્ટોર્સને પણ ઉમેર્યા છે.