ગુજરાત

gujarat

ETV Bharat / business

ફ્લિપકાર્ટે 27,000 કરિયાણાના દુકાનદારોને પોતાની સાથે જોડવાની કરી જાહેરાત - ધ બીગ બિલિયન ડેઝ

નવી દિલ્હી: વોલમાર્ટની માલિકીની ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે આગામી તહેવારની સિઝન પહેલા 700 શહેરોમાં 27,000 કરિયાણાના દુકાનદારોને પોતાની સાથે જોડવાની જાહેરાત કરી છે.

flipkart

By

Published : Sep 10, 2019, 1:34 PM IST

ઇ-કૉમર્સ કંપનીએ જણાવ્યું હતું કે, આવું કરવાથી તહેવારોની સીઝનમાં 'ધ બીગ બિલિયન ડેઝ' દરમિયાન લાખો નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ થશે. કંપનીએ જણાવ્યું કે, કરિયાણાના દુકાનદારોને રાષ્ટ્રીય સ્તરે જોડવાનું કામ આશરે છ મહિના પહેલા શરૂ કરાયું હતું. તહેવારોની સીઝનમાં, દેશભરના ગ્રાહકોની માગમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેનાથી અમારા કરિયાણાના ભાગીદારોના વ્યવસાયમાં પણ વધારો થશે.

ફ્લિપકાર્ટ પાસે પહેલાથી જ મોટો સપ્લાય ચેઇન નેટવર્ક છે, જે હાલમાં દેશભરના લગભગ તમામ પિનકોડ પર દૈનિક 10 લાખથી વધુ ઓર્ડર સપ્લાય કરે છે.

કંપનીએ જણાવ્યું હતું કે 27,000 વધુ કરિયાણાની દુકાન સાથે જોડવાથી, ફ્લિપકાર્ટ માત્ર ગ્રાહકોને સારો અનુભવ ઉપરાંત બિગ બિલિયન દિવસ દરમિયાન બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં લાખો ઓર્ડર પહોંચાડવામાં પણ સક્ષમ હશે.

ફ્લિપકાર્ટ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, "કરિયાણાની દુકાનો એ ભારતનું સૌથી જૂનું અને વ્યાપકપણે ફેલાયેલું રિટેલ માધ્યમ છે, જે સપ્લાય ચેઇનની આધુનિકતા તેમજ ડિજિટલ પેમેન્ટ માટે ગ્રાહક મેનેજમેન્ટના સફળ મોડેલને પ્રતિબિંબિત કરે છે." કરિયાણાની દુકાન માટે આગામી મોટી ક્રાંતિ ઇ-કૉમર્સના રૂપમાં શરૂ થવા જઈ રહી છે. "

ABOUT THE AUTHOR

...view details