ઇલેક્ટોરલ બૉન્ડ: રાજકીય ભંડોળ સફાઈ કરવાનું સાધન કે વિપક્ષોને દાન નહીં આપવા માટે પ્રેરતું સાધન?
EB દાતાઓને સંપૂર્ણ અનામીપણું આપે છે. દાતાએ તેનાં નાણાંનો સ્રોત જાહેર કરવાની જરૂર નથી. આ જ રીતે રાજકીય પક્ષે પણ તેને કોના તરફથી ભંડોળ મળ્યું તે જાહેર કરવાની જરૂર નથી. પક્ષોને EB દ્વારા મળેલ નાણાંની ચોખ્ખી કિંમત જ ચૂંટણી પક્ષ સમક્ષ જાહેર કરવાની હોય છે.
અન્ય સ્તરે, EB કૉર્પોરેટ ચૂંટણી ભંડોળ પરની મર્યાદા હટાવે છે. EB દ્વારા મોટા વેપારગૃહો તેઓ જે પક્ષોને આપવા ઈચ્છે તે પક્ષને અનામી રીતે નાણાં આપી શકે છે. આ પહેલાં, કંપનીઓના નફાનો માત્ર 7.5 ટકા હિસ્સો જ અગાઉનાં વર્ષોમાં રાજકીય દાન સ્વરૂપે આપી શકાતો હતો. અગાઉની પ્રણાલિમાં વિવિધ રાજકીય પક્ષોને બેહિસાબી નાણાં દાનમાં આપવાની અનેક પડદા પાછળના અનેક માર્ગો ખુલ્લા હતા.
ભારત સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ EBનું જાહેરનામું બહાર પાડ્યું તે પછી આવક વેરા ખાતાએ લોકોને રાજકીય પક્ષને રોકડમાં રૂપિયા 2000થી વધુ રકમ દાનમાં આપવા પર પ્રતિબંધ મૂકી દીધો.
હકીકત પત્રક:
2 જાન્યુઆરી 2019ના રોજ EBનું જાહેરનામું બહાર પડાયું તે પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2018ના રોજ 221 કરોડ રૂપિયાની કિંમતના બૉન્ડ ખરીદાયા હતા. ભાજપને કુલ રકમના 210 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને માત્ર રૂપિયા 5 કરોડ અને બાકીના પક્ષોને 6 કરોડ મળ્યા હતા.
માર્ચ 2018 અને ઑક્ટોબર 2019ના સમયગાળા વચ્ચે રૂપિયા 6,128 કરોડની કિંમતના કુલ 12,313 બૉન્ડ વેચાયા હતા.
માર્ચ 2018થી ઑક્ટોબર 2019 દરમિયાન આ બૉન્ડમાંથી કયા પક્ષને સૌથી વધુ લાભ થયો તે અંગે સત્તાવાર કોઈ માહિતી નથી. પરંતુ એવું વ્યાપક રીતે મનાય છે કે, આ સમયગાળામાં જે 17મી સામાન્ય ચૂંટણી એપ્રિલ-મે 2019માં થઈ હતી તે સહિતના સમયગાળામાં થયેલી કુલ આર્થિક લેવડદેવડમાંથી સૌથી વધુ લાભ ભાજપને થયો હતો.
ટાટા સમૂહની માલિકીના પ્રૉગ્રેસિવ ઇલેક્ટૉરલ ટ્રસ્ટે ભાજપને આર્થિક વર્ષ 2018-19ના સમયગાળામાં રૂપિયા 356.53 કરોડ અને કોંગ્રેસને રૂપિયા 55.62 કરોડનું ભંડોળ આપ્યું હતું.
ભારતી એન્ટરપ્રાઇઝની માલિકીના પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને રૂપિયા 67.25 કરોડનું અને કોંગ્રેસને રૂપિયા 39 કરોડનું દાન આર્થિક વર્ષ 2018-19માં આપ્યું હતું. આંધ્ર પ્રદેશના બે રાજકીય પક્ષો પ્રૂડન્ટ દ્વારા સૌથી વધુ દાન મેળવવામાં ત્રીજા અને ચોથા ક્રમે છે. વાયએસઆર સીપીને રૂપિયા 26 કરોડ અને ટીડીપીને પ્રૂડન્ટ તરફથી રૂપિયા 25 કરોડનું દાન મળ્યું હતું.
ઇલેક્ટોરલ બૉન્ડ પર નાણા મંત્રાલય અને RBI વચ્ચે મતભેદ:
ભારત સરકારે વર્ષ 2017-18ના બજેટમાં EBની જાહેરાત કરી તે પછી RBIના ગવર્નર ઊર્જિત પટેલે 14 સપ્ટેમ્બર 2017ના પત્રમાં ત્રણ પ્રશ્નો ઊઠાવ્યા હતા
તેમની ઓળખ છુપાવવા, સાચી કંપનીઓ EB ખરીદવા અસ્તિત્વ નહીં ધરાવતી તેવી બનાવટી કંપનીઓનો ઉપયોગ કરી શકે છે અને આ રીતે રાજકીય પક્ષોને દાન આપી શકે છે. તેનાથી આર્થિક લેવડદેવડમાં કાળા નાણાંને ધોળાં કરવા માટે તેમને કાયદાકિય રીતે રસ્તો મળી શકે છે.
દાતાનું અનામીપણું વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકાય જો EB નાણાંને અસ્થાયી પ્રમાણપત્રના રૂપમાં જાહેર કરવાના બદલે ડીમેટ (ડીમટિરિયલાઇઝ્ડ અથવા ઇલેક્ટ્રોનિક) રૂપમાં જાહેર કરાય. ડીમેટ રૂપથી બૉન્ડ ધરાકોને એક અદ્વિતીય સંખ્યા મળશે, જે તે રાજકીય પક્ષ સાથે વહેંચી શકે છે. જ્યારે EB ડીમેટ રૂપમાં હોય ત્યારે RBI પાસે નાણાં ચુકવનારનો રેકૉર્ડ રહેશે. રાજકીય પક્ષને નાણાં ચુકવનનારનો રેકૉર્ડ ચૂંટણી પંચને જાણમાં હોય છે. આ ડીમેટ રૂપથી સંપૂર્ણ પારદર્શી રીતે ચૂંટણી ભંડોળ માટે રસ્તો ખુલ્લો કરશે.
RBI અધિનિયમની કલમ 31 બૉન્ડ જાહેર કરવા માટે સર્વોચ્ચ બેન્ક તરીકે માત્ર RBIને જ સત્તા આપે છે. જો RBI અધિનિયમની કલમ 31ને સુધારાય અને SBIને EB જાહેર કરવા છૂટ અપાય તો કેન્દ્રીય બેન્કનો એકાધિકાર મંદ પડશે.
તેના પ્રતિભાવમાં નાણા મંત્રાલયે (આર્થિક બાબતોના તે વખતના સચિવ સુભાષચંદ્ર ગર્ગ મારફતે) 5 ઑક્ટોબર 2017ના રોજ જવાબ આપ્યો હતો: “જો EB ડીમેટ સ્વરૂપમાં જાહેર કરાશે તો તેનાથી દાતાની ઓળખ છુપાવવાનો વાસ્તવિક હેતુ નિષ્ફળ જશે. આ રીતે આવા બૉન્ડ માત્ર અસ્થાયી પ્રમાણપત્રના રૂપમાં જ જાહેર કરી શકાશે.”