રેસ્ટોરન્ટ સાથે જોડાયેલી વિવિધ માહિતી ઓનલાઇન ઉપલ્બધ કરનારા અને ઓર્ડર આપનાર ભોજનનના પુરવઠાની સુવિધા આપનાર કંપની zomatoએ સોમવારે કહ્યું કે સ્ત્રીઓને માતૃત્વ અવકાશની સાથે સાથે તેમના પુરુષ કર્મચારીઓ પણ જ્યારે પિતા બનશે, તો 26 અઠવાડિયાના પગાર સાથે તેઓને રજા આપશે. આ સાથે કંપનીના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી દીપિન્દર ગોયલે એક બ્લોગમાં જણાવ્યું હતું કે, પરિવારની સંભાળ માટે કર્મચારીઓને રાહત પૂરી પાડી અને સશક્ત કરવા માટે દરેક બાળક દીઠ 1,000 ડોલર(આશરે 69,262 રૂપિયા) ની મદદ કરશે. જેથી તે નવા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરી શકે.
zomato હવે પિતા બનનારા પુરુષ કર્મચારીઓને પણ આપશે 26 અઠવાડિયાની રજા - zomato
ન્યુઝ ડેસ્કઃ કંપનીના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી દીપિન્દર ગોયલએ એક બ્લોગમાં જણાવ્યું હતું કે, પરિવારની સંભાળ માટે કર્મચારીઓને રાહત પૂરી પાડવી અને સશક્ત કરવા માટે કંપનીને નવા સહાયકોને 69,262 ની રકમ પણ મળશે.
zomato
વધુમાં ગોયલએ કહ્યું કે, 13 દેશોમાં કામ કરનારા zomato ના ગોયલે કહ્યું કે સરકારના નિયમ મુજબ આપણે વિશ્વભરમાં મહિલા કર્મચારીઓને 26 અઠવાડિયા સુધી પગાર સાથે રજા આપી રહ્યા છીએ. ત્યારે સાથે અમે અમારા પુરૂષ કર્મચારીઓને પણ આ જ સુવિધા આપીશું. આટલું જ નહીં, આ યોજના નવા બાળકોને જન્મ આપનારા વાલીઓ તેમજ સેરોગેસી, દત્તક લીધેલા અથવા સમાન લિંગના જીવનસાથીઓના પાલક બનનારાઓ માટે પણ ઉપલબ્ધ છે.