ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબૂતી સાથે Share Market બંધ થતા આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 69 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 69.33 પોઈન્ટ (0.12 ટકા)ના ઉછાળા સાથે 58,247.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 24.70 પોઈન્ટ (0.14 ટકા)ની મજબૂતી સાથે 17,380ના સ્તર પર બંધ થયો છે.

મજબૂતી સાથે Share Market બંધ થતા આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 69 પોઈન્ટ ઉછળ્યો
મજબૂતી સાથે Share Market બંધ થતા આજનો દિવસ રહ્યો મંગળ, સેન્સેક્સ 69 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 14, 2021, 4:38 PM IST

  • સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું
  • સેન્સેક્સ 69.33 પોઈન્ટ તો નિફ્ટી 24.70 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો
  • સેન્સેક્સ-નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા, મિડ અને સ્મોલકેપ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજનો દિવસ શેર બજાર માટે મંગળ રહ્યો છે. આજે દિવસભર શેર બજારમાં (Share Market) તેજી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 69.33 પોઈન્ટ (0.12 ટકા)ના ઉછાળા સાથે 58,247.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 24.70 પોઈન્ટ (0.14 ટકા)ની મજબૂતી સાથે 17,380ના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા છે. જ્યારે મિડ અને સ્મોલકેપ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

બીજા દિવસે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું

આ પણ વાંચો-ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.93 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.37 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.01 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.53 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 1.51 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.13 ટકા, એચડીએસફી (HDFC) -1.04 ટકા, બીપીસીએલ (BPCL) -1.03 ટકા, નેસલે (Nestle) -1.03 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) -0.82 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો

IRCTCના સ્ટોકની પ્રાઈઝ નવી ઉંચાઈએ પહોંચી

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના સ્ટોકની પ્રાઈસ મંગળવારે 3,587 રપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ 51.25 રૂપિયાની તેજી સાથે ખૂલી અને આમાં શરૂઆતી વેપાર દરમિયાન 4.5 ટકાનો વધારો થયો હતો. કંપનીના સ્ટોકમાં વધુ તેજી આવવાની સંભાવના છે. કારણ કે, માર્કેટને હોસ્પિટાલિટી સેક્ટરમાં કંપનીના એક્સપેન્શન અને રેલવાના એસેટ મોનિટાઈઝેશનને લઈને ઘણી સંભવના દેખાઈ રહી છે. નિષ્ણાતોના મતે, કંપની પ્રાઈવેટ ટ્રેને સફળતાથી ચલાવી ચૂકી છે અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ લાઉન્જ બનાવવાથી પણ આને ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details