નવી દિલ્હીઃ લોકડાઉનની સ્થિતિમાં લોકો વીડિયો કોલનો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. એવામાં વ્હોટસેપે પણ પોતાના વપરાશકર્તાઓ માટો આ સુવિધાને વધારે અસરદાયક બનાવી છે. વ્હોટસેપે એન્ડ્રોઈડ અને આઈઓએસ બીટાના ઉપયોગકર્તાઓ માટે એક નવી સુવિધા શરૂ કરી છે.
વ્હોટસેપે એન્ડ્રોઈડ અને આઈઓએસ બીટાના ઉપયોગકર્તાઓ માટે વીડિયો કોલમાં જોડાનાર લોકોની સંખ્યા વધારીને 8 કરી છે. હવેથી વીડિયો કોલમાં એક સાથે 8 લોકો વાત કરી શકશે.
WABetaInfoએ ટ્વિટ કર્યું છે કે, "વોટ્સએપ ગ્રુપ આઇઓએસ અને એન્ડ્રોઇડ બીટા વપરાશકર્તાઓ માટેના કોલમાં ભાગ લેનારાઓની નવી મર્યાદા મુક્ત કરી રહ્યું છે. નવી મર્યાદા વધારીને આઠ કરવામાં આવી છે." 2.20.50.25 આઇએસઓ બીટા અપડેટ માટે ટેસ્ટફ્લાઇટ અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી 2.20.133 બીટા ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. અન્ય સહભાગીઓએ પણ સમાન સંસ્કરણ પર હોવું જરૂરી છે નહીં તો તેઓ વીડિયો કોલમાં જોડાઈ શકશે નહી.
નોંધનીય છે કે એપલ કંપનના મોબાઈલમાં વીડિયો કોલમાં એક સાથે 32 લોકો જોડઈ શકે છે. જ્યારે ફેસબુક મેસેન્જરમાં એક સાથે 50 લોકો વીડિયોમાં વાત કરી શકે છે.