ગુજરાત

gujarat

ETV Bharat / business

શેર બજારની નબળી શરૂઆત, નિફ્ટી 14,500થી નીચે - Sensex

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 604.58 પોઈન્ટ (1.24 ટકા)ના ઘટાડા સાથે 48,177.78ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 171.90 પોઈન્ટ (1.17 ટકા) તૂટીને 14,459.20ના સ્તર પર ચાલી રહ્યો છે.

By

Published : May 3, 2021, 10:06 AM IST

  • ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ
  • સેન્સેક્સમાં 604.58 પોઈન્ટનો ઘટાડો નોંધાયો
  • નિફ્ટીમાં 171.90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં થયેલી ઉથલપાથલની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત નબળી થઈ છે. સેન્સેક્સ 604.58 પોઈન્ટ (1.24 ટકા)ના ઘટાડા સાથે 48,177.78ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 171.90 પોઈન્ટ (1.17 ટકા) તૂટીને 14,459.20ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃસેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો

આ શેર પર સૌની નજર રહેશે

ભારતીય શેર બજારની શરૂઆત ભલે નબળી થઈ હોય તેમ છતાં દિવસભર કેટલાક મહત્વના શેર પર સૌની નજર રહેશે. સોમવારે DR REDDYS, MAX HEALTHCARE, APOLLO HOSPITALS, FORTIS, NATCO, Tech Mahindra, MOIL, INDUSIND BANK અને YES BANKના શેર્સ સૌથી વધારે ચર્ચામાં રહેશે, જેના કારણે સૌની નજર આ શેર્સ પર રહેશે.

આ પણ વાંચોઃપેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

આ સ્ટોક્સમાં થશે જોરદાર કમાણી

રોકાણકારો માટે આજનો દિવસ અનેક સ્ટોક્સમાં કમાણી કરવા મહત્વનો દિવસ છે. આજે FORTIS HOSPITAL, APOLLO HOSPITAL, HCL TECH, CDSL, CADILA HEALTH, DR REDDYS, AXIS BANK, BAJAJ FINANCE જેવા અનેક સ્ટોક્સમાં સારી કમાણી કરવાની તક છે.

ABOUT THE AUTHOR

...view details