નવી દિલ્હી: વૉલમાર્ટ ઇન્ક., વૉલમાર્ટ ફાઉન્ડેશન અને ફ્લિપકાર્ટ, કોરોના વાઇરસની સારવારમાં કાર્યરત આરોગ્યસંભાળ કામદારો માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ), ખેડૂતો અને નાના વેપારીઓને રાહત સામગ્રી અને માસ્ક વગેરે પર 46 કરોડ ખર્ચ કરશે.
વૉલમાર્ટ, ફ્લિપકાર્ટ આરોગ્યકર્મીઓને માસ્ક અને PPE અનુદાન પર 46 કરોડનો ખર્ચ કરશે - ફ્લિપકાર્ટ
વૉલમાર્ટ ઇન્ક, વૉલમાર્ટ ફાઉન્ડેશન અને ફ્લિપકાર્ટ, કોરોના વાઇરસની સારવારમાં કાર્યરત આરોગ્યસંભાળ કામદારો માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ), ખેડૂતો અને નાના વેપારીઓને રાહત સામગ્રી અને માસ્ક વગેરે પર 46 કરોડ ખર્ચ કરશે.
wallmart
ત્રણેય સંગઠનોએ કોરોના વાઇરસ સામે લડવાના પ્રયત્નોના ભાગ રૂપે વિવિધ રીતે રાહત આપવાનું વચન આપ્યું છે. વૉલમાર્ટ અને ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીઓ આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને સફાઇ કામદારો વગેરેની સહાય માટે 38.3 કરોડ રૂપિયા દાનમાં આપશે.
વૉલમાર્ટ અને ફ્લિપકાર્ટ પહેલેથી જ ત્રણ લાખ N95 માસ્ક, 10 લાખ મેડિકલ ગાઉન વગેરે પહેલાથી જ આપી ચૂકી છે. કંપની આવી અન્ય આવશ્યકતાઓ વધારવા માટે તેની વૈશ્વિક સપ્લાય ચેઇનનો ઉપયોગ ચાલુ રાખશે.