ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે ફરી એક વાર નબળાઈ સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 18,000ની નીચે પહોંચ્યો - શેર માર્કેટ સમાચાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 188.38 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 60,164.44ના સ્તર પર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 63.40 પોઈન્ટ (0.35 ટકા)ના ઘટાડા સાથે 17953.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે ફરી એક વાર નબળાઈ સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 18,000ની નીચે પહોંચ્યો
આજે ફરી એક વાર નબળાઈ સાથે શરૂ થયું Share Market, નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 18,000ની નીચે પહોંચ્યો

By

Published : Nov 11, 2021, 9:58 AM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે
  • સેન્સેક્સ (Sensex) 188.38 પોઈન્ટ (0.31 ટકા) અને નિફ્ટી (Nifty) 63.40 પોઈન્ટ (0.35 ટકા) ગગડ્યો
  • વૈશ્વિક બજારમાં પણ આજે મોટા ભાગના બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 188.38 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 60,164.44ના સ્તર પર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 63.40 પોઈન્ટ (0.35 ટકા)ના ઘટાડા સાથે 17953.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 32 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.75 ટકાના ઘટાડા સાથે 29,324.63ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.29 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજારમાં 0.53 ટકા તૂટીને 17,465.89ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.47 ટકાના વધારા સાથે 25,114.17ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.63 ટકાના વધારા સાથે 3,514.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય

આજે ચર્ચામાં રહેનારા શેર્સ

આજે દિવસભર પીડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ (Pidilite Industries), મેટ્રોપોલિસ હેલ્થકેર (Metropolis Healthcare), મોઈલ (MOIL), બર્ગર પેઈન્ટ્સ (Berger Paints), ઓઈલ ઈન્ડિયા (Oil India), ઝોમેટો (Zomato), અંસલ હાઉસિંગ (Ansal Housing), ફેરકેમ ઓર્ગેનિક્સ (Fairchem Organics) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details