ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે સતત 32મા દિવસે Petrolની કિંમતમાં વધારો નહીં, એક મહિના પછી આજે Dieselની કિંમત 20 પૈસા ઘટી - ઓઈલ માર્કેટિંગ કંપનીઓ

દેશભરના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી છે. તો બીજી તરફ આજે (18 ઓગસ્ટે) ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) ડીઝલની કિંમતોમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

આજે સતત 32મા દિવસે Petrolની કિંમતમાં વધારો નહીં, એક મહિના પછી આજે Dieselની કિંમત 20 પૈસા ઘટી
આજે સતત 32મા દિવસે Petrolની કિંમતમાં વધારો નહીં, એક મહિના પછી આજે Dieselની કિંમત 20 પૈસા ઘટી

By

Published : Aug 18, 2021, 11:33 AM IST

  • દેશભરના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી
  • આજે સતત 32મા દિવસે પેટ્રોલનીની કિંમતમાં (Petrol Price) વધારો નહીં
  • એક મહિના પછી આજે ડીઝલની કિંમત (Diesel Price) 20 પૈસા ઘટી

નવી દિલ્હીઃ દેશમાં ડીઝલની ગ્રાહકોને છેલ્લા ઘણા સમય પછી રાહત મળી છે. એક મહિના પછી આજે (18 ઓગસ્ટે) ડીઝલની કિંમત ઘટી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે. આ પહેલા ડીઝલની કિંમતમાં 12 જુલાઈએ ઘટાડો થયો હતો. જ્યારે ડીઝલ 16થી 17 પૈસા પ્રતિ લિટર ઘટ્યું હતું. જોકે, પેટ્રોલની કિંમતોમાં (Petrol Price) પણ આજે પણ વધારો નથી કર્યો. આ સતત 31મો દિવસ છે જ્યારે પેટ્રોલની કિંમત (Petrol Price) નથી વધી. આ પહેલા પેટ્રોલ 17 જુલાઈએ 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું.

આ પણ વાંચો-આજે સતત 5મી વખત ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 56,000ને પાર પહોંચ્યો

5 રાજ્યોમાં ચૂંટણી ખતમ થયા પછી પેટ્રોલ-ડીઝલની કિંમત વધતી ગઈ છે

આપને જણાવી દઈએ કે, 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) ખતમ થયા પછી 4 મેથી તેલની કિંમતમાં ફરી વધારો શરૂ થયો હતો અને અત્યાર સુધી પેટ્રોલ 39 હપ્તામાં મોંઘું થયું છે. તો ડીઝલની કિંમત 36 હપ્તોમાં વધતી જોવા મળી છે. પેટ્રોલ આ સમયગાળામાં 11.52 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલની કિંમત 9.08 રૂપિયા પ્રતિ લિટર વધ્યું છે.

આ પણ વાંચો-WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી

કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો શું ભાવ છે? જુઓ

રાજ્ય પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત 98.54 96.71
દિલ્હી 101.84 89.67
મુંબઈ 107.83 97.24
કોલકાતા 102.08 92.82
ચેન્નઈ 99.47 94.20
બેંગલુરૂ 105.25 95.05
ભોપાલ 110.20 98.46
લખનઉ 98.92 90.06
પટના 104.25 95.31
ચંદીગઢ 97.93 89.31

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details