- આજે સતત 25મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (petrol-diesel price) સ્થિર
- સોમવારે કાચા તેલ (Crude oil)માં 4 ટકાનો ઘટાડો આવ્યો હતો
- 17 જુલાઈએ પેટ્રોલમાં 30 તો 15 જુલાઈએ ડીઝલમાં 15 પૈસાનો વધારો થયો હતો
નવી દિલ્હીઃ દેશમાં બુધવારે (11 ઓગસ્ટે) સતત 25મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (petrol-diesel price) સ્થિર બનેલી છે. ઓઈલ માર્કેટિંગ કંપની (Oil marketing company)ઓએ આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમત (petrol-diesel price)માં કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. જો ઘટાડાની વાત કરીએ તો, કોઈ આશા નથી દેખાઈ રહી. કાચા તેલમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેમ છતાં આ કિંમતોમાં ઘટાડો નથી થયો.
આ પણ વાંચોઃઆજે ત્રીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર
બ્રેન્ટ ક્રુડની કિંમત વધીને 69.72 ડોલર પ્રતિ બેરલ થઈ
આ સોમવારે કાચા તેલમાં એક દિવસમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, મંગળવારે તેલમાં ઉછાળો આવ્યો છે. તો બ્રેન્ટ ક્રુડ (Brent Crude)ની કિંમત 0.98 ટકા વધીને 69.72 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. જ્યારે અમેરિકી ડોલર (Dollar)ની સરખામણીમાં રૂપિયાનો વિનિમય દર 17 પૈસા ગગડીને 74.43 પર બંધ થયો છે.
આ પણ વાંચોઃહવે ઘરે ડીઝલ મંગાવો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એપ દ્વારા શરૂ કરી સેવા