- સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજાર (Share Market) નબળાઈ સાથે થયું બંધ
- સેન્સેક્સ (Sensex) 162.78 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 45.75 પોઈન્ટ તૂટીને બંધ થયો
- વેપારી દિવસમાં ઈન્ટ્રાડેમાં (Intraday) નિફ્ટી (Nifty) પહેલી વખત 16,700ને પાર નીકળ્યો હતો
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market)ની મજબૂત શરૂઆત થઈ હતી. ત્યારે શેર બજાર આજે લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 162.78 પોઈન્ટ (0.29 ટકા) તૂટીને 55,629.49ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 45.75 પોઈન્ટ (0.28 ટકા)ના ઘટાડા સાથે 16,568.85ના સ્તર પર બંધ થયો છે. તો વેપારી દિવસમાં ઈન્ટ્રાડેમાં નિફ્ટી પહેલી વખત 16,700ને પાર નીકળ્યો હતો. જ્યારે સેન્સેક્સે પણ ઈન્ટ્રાડે (Intraday)માં પહેલી વખત 56,000 સપાટીને પાર કરી હતી, પરંતુ વેપારી દિવસ દરમિયાન બજારમાં નફાવસૂલી ભારી રહી હતી અને વેપારના અંતમાં સેન્સેક્સ-નિફટી લાલ નિશાન પર બંધ થયો છે.
આ પણ વાંચો-47,000 રૂપિયાને પાર પહોંચતા Goldમાં ફરી એક વાર જોવા મળી તેજી, જુઓ ક્યાં શું ભાવ છે?
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા (Top Losers) શેર્સ
આજે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ત્યારે આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, આઈશર મોટર્સ (Eicher Motors) 2.94 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultra Tech Cement) 2.60 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.09 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.84 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 1.83 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા (Top Losers) શેર્સની વાત કરીએ તો, હિન્દલકો (Hindalco) -2.21 ટકા, કોટક મહિન્દ્રા (Kotal Mahindra) -2.16 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.84 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.83 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -1.46 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
ખાણ મંત્રાલયે પ્રાઈવેટ એક્સ્પ્લોરેશન એજન્સીઝ (Private Exploration Agencies)ને માઈનિંગ છૂટ આપી
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પ્રાઈવેટ એક્સ્પ્લોરેશન એજન્સીઝ (Private Exploration Agencies)ને માઈનિંગ છૂટ મળી છે. આ માટે ખાણ મંત્રાલયે (Ministry of Mines) ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. મિનરલ સેક્ટરની ક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માઈનિંગ ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળશે. સરકારી માઈનિંગ કંપનીઓને પ્રોત્સાહન મળશે. તો પ્રાઈવેટ સેક્ટરને પણ માઈનિંગથી છૂટ મળશે. આ સાથે જ આ સ્કિમથી નવી માઈનિંગ કંપનીઓને પ્રોત્સાહન મળશે.