ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સમાં 80 પોઈન્ટના વધારા સાથે શેર બજારની શરૂઆત - નિફ્ટી

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેર બજારમાં કોઈ વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો એટલે કે બજાર સ્થિર રહ્યું હતું. તેમ છતાં ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 80.81 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 48,624.87ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47.35 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 14,552.15ના સ્તર પર ચાલી રહ્યો છે.

By

Published : Apr 15, 2021, 10:03 AM IST

  • વૈશ્વિક બજારમાંથી મળેલા મિશ્ર સંકેતથી શેર બજારની શરૂઆત સ્થિર
  • શેર બજારમાં સેન્સેક્સ 80.81 પોઈન્ટ (0.17 ટકા)નો વધારો થયો
  • નિફ્ટી 47.35 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 14,552.15ના સ્તર પર ચાલી રહ્યો છે

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી મળેલા મિશ્ર સંકેતના કારણે ભારતીય શેર બજારની શરૂઆત સ્થિર રહી છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 80.81 પોઈન્ટ (0.17 ટકા)ના વધારા સાથે 48,624.87ના સ્તર પર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 47.35 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 14,552.15ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃપરોક્ષ કર સંગ્રહ સુધારેલા લક્ષ્યાંક કરતાં વધી ગયો

ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝનું વેલ્યુએશન 100 અબજ ડોલર થઈ ગયું

અમેરિકી બજારમાંથી ગુરુવારે સારા સંકેત મળી રહ્યા છે. DOW FUTURESમાં 70 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બુધવારે S&P 500 અને નાસ્ડેક ઘટાડા સાથે બંધ થયો હતો. તો બીજી તરફ ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝનું વેલ્યુએશન 100 અબજ ડોલર થઈ ગયું છે. જ્યારે બીટકોઈનને 63,000 ડોલરનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સારા પરિણામના કારણે અમેરિકાની બજારને મદદ મળી રહી છે. બુધવારે S&P 500 નવો રેકોર્ડ બનાવ્યા પછી ઘટાડા સાથે બંધ થયો હતો. હવે US બેન્કના પરિણામોથી રિકવરીની આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં 1 ડોલરની કિંમત 75.05 રૂપિયા થઈ

એશિયાઈ બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ

તો બીજી તરફ એશિયાઈ બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે, પરંતુ SGX Nifty 125 પોઈન્ટ ગગડી ગયો છે. જ્યારે નિક્કેઈ 0.35 ટકાની તેજી સાથે 29,772.78ની આસપાસ દેખાઈ રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.10 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.19 ટકાના વધારા સાથે 16,897.52ના સ્તર પર ચાલી રહ્યો છે. આ સાથે જ હેંગસેંગ 0.60 ટકાના ઘટાડા સાથે 28,726.95ના સ્તર પર ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details