- શેર બજારની શરૂઆત ફરી એક વાર ધમાકેદાર
- સેન્સેક્સમાં 338.14 પોઈન્ટનો ઉછાળો થયો
- નિફ્ટીમાં 106.60 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. આથી શેર બજારની શરૂઆત ફરી એક વાર ઉછાળા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 338.14 પોઈન્ટ (0.69 ટકા)ના વધારા સાથે 49,287.90ના સ્તર પર ચાલી રહ્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 106.60 પોઈન્ટ (0.72 ટકા)ના વધારા સાથે 14,831.40ના સ્તર પર ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃસેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો
રોકાણકારોએ આ સ્ટોક્સ નજર રાખવી પડશે અને આ શેર્સ પર રહેશે સૌની નજર
શેરબજારમાં આજે દિવસભર રોકાણકારોની મહત્વના સ્ટોક્સ પર નજર રહેશે. રોકાણકારો આજે DRL, PANACEA BIO / GLAND, METAL STOCKS, SBI LIFE, HDFC, DABUR, ULTRATECH CEM, HERO MOTO, TATA CONSUMER, ADANI POWER અને CG POWER & INDUSTRIAL જેવા સ્ટોક્સ પર નજર રાખવી પડશે. આ સાથે જ દિવસભર SBI LIFE, DR REDDYS, IRCTC અને મેટલ શેર્સ પર સૌની નજર ટકી રહેશે.
આ પણ વાંચોઃRBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો
DOW સત બીજા દિવસે 320 પોઈન્ટ વધીને રેકોર્ડ સ્તર પર બંધ થયો
વૈશ્વિક બજારની વાત કરીએ તો અમેરિકામાં DOWનું ક્લોઝિંગ ફરી એક વાર રેકોર્ડ સ્તરે થયું હતું. તો અશિયાઈ બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે. SGX Niftyમાં 50 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. DOW સત બીજા દિવસે 320 પોઈન્ટ વધીને રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. SGX NIFTY 60.50 પોઈન્ટના વધારા સાથે 14,857.50ની આસપાસ ચાલી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.74 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. જ્યારે નિક્કેઈ 82.63 પોઈન્ટના વધારા સાથે 29,114.00ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.85 ટકાના વધારા સાથે 17,138.10ના સ્તર પર ચાલી રહ્યું છે.