- વૈશ્વિક બજારના સારા સંકેતની અસર શેર બજાર પર
- સેન્સેક્સમાં 44.18 પોઈન્ટ (0.09 ટકા)નો ઉછાળો
- નિફ્ટીમાં 16.40 પોઈન્ટ (0.11 ટકા)ની મજબૂતી
અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળવાથી તેની અસર ભારતીય શેર બજાર પર પણ થઈ છે, જેના કારણે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 44.18 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 48,734.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16.40 પોઈન્ટ (0.11 ટકા)ની મજબૂતી સાથે 14,712.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃસોવરેન ગોલ્ડ બોન્ડ્સનું પહેલું વેચાણ 17 મેથી ખુલશે
આ સ્ટોક્સ પર સૌની નજર રહેશે
આજે શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી અનેક શેર્સ ચર્ચામાં રહેશે. તો આજે દિવસભર રોકાણકારોની UPL, VEDANTA, JSPL, HINDALCO, LUPIN / DR REDDYS / CIPLA, PIDILITE, HAPPIEST MIND, L&T, PIRAMAL ENT અને SPARCના સ્ટોક્સ પર નજર ટકી રહેશે.
આ પણ વાંચોઃલો બેઝ ઇફેક્ટના આધારે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 22.4 ટકાનો વધારો
ગુરુવારે DOW 434 પોઈન્ટ્સના વધારા સાથે બંધ થયો
વૈશ્વિક બજારની વાત કરીએ તો અમેરિકી બજારમાં ત્રણ દિવસ પછી તેજી આવી છે. ગુરુવારે DOW 434 પોઈન્ટ્સના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે એશિયાઈ બજાર પણ વધારા સાથે વેપાર કરી રહ્યું છે. SGX Nifty 192.50 પોઈન્ટના વધારા સાથે 14,700.00ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.59 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો નિક્કેઈ 473.59 પોઈન્ટના વધારા સાથે 27,921.60ની આસપાસ ચાલી રહ્યો છે.