ગુજરાત

gujarat

ETV Bharat / business

શેર બજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 172 પોઈન્ટનો વધારો - Bombay Stock Exchange

સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે. આજે સેન્સેક્સ 172.65 પોઈન્ટ (0.35 ટકા)ના વધારા સાથે 48850.20ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નિફ્ટી 54.40 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 14672.30ના સ્તર પર ચાલી રહ્યો છે.

શેર બજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 172 પોઈન્ટનો વધારો
શેર બજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સમાં 172 પોઈન્ટનો વધારો

By

Published : May 6, 2021, 9:59 AM IST

  • વૈશ્વિક બજારમાંથી મળતા સંકેતની અસર ભારતીય શેર બજાર પર
  • સેન્સેક્સ 172.65 પોઈન્ટના વધારા સાથે ચાલી રહ્યો છે
  • નિફ્ટી 54.40 પોઈન્ટના વધારા સાથે ચાલી રહ્યો છે

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સારા સંકેતની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે, જેના કારણે સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 172.65 પોઈન્ટ (0.35 ટકા)ના વધારા સાથે 48850.20ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 54.40 પોઈન્ટ (0.37 ટકા)ના વધારા સાથે 14672.30ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃપેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

આ શેર પર સૌની નજર ટકી રહેશે

વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળતા શેર બજાર પર દબાણ જોવા મળે તેવી શક્યતા છે. તેમ છતાં આજે સૌની નજર ટાટા સ્ટિલ, હીરો મોટોકોર્પ જેવી કંપનીના શેર પર સૌની નજર ટકી રહેશે.

આ પણ વાંચોઃફાઈઝર ભારતને 70 મિલિયન ડોલરની કોવિડ ટ્રિટમેન્ટ ડ્રગ્સ દાન કરશે

બુધવારે DOW 100 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો

વૈશ્વિક શેર બજારની વાત કરીએ તો બુધવારે DOW 100 પોઈન્ટના ઉછાળા સાથે રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. જ્યારે ટેક શેરોના દબાણના કારણે NASDAQ 0.40 ટકા નબળું દેખાયું હતું. એશિયાના બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. SGX NIFTY 31.50 પોઈન્ટના વધારા સાથે 14,724.50ની આસપાસ ચાલી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.48 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. નિક્કેઈ 578.56 પોઈન્ટની તેજી સાથે 29,391.19ની આસપાસ ચાલી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર પણ 1.35 પોઈન્ટના વધારા સાથે 17,070.15ના સ્તર પર ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details