નાણાકીય વર્ષ 2019-20 માટે વચગાળાના નાણાપ્રધાન પીયુષ ગોયલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા અંતરિમ બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી પણ લોકો આવનારા બજેટનો અંદાજો લગાવી લેતા હોય છે.
બજેટ 2019: નિર્મલા સીતારમણના બજેટ પહેલા એક નજર પીયૂષ ગોયલના બજેટ પર
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 5 જૂલાઇએ પોતાનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. અત્યારથી જ બજારમાં આ વર્ષના બજેટમાં લેનારા પગલાઓ વિશે અટકળો તેજ થઈ છે, જેમાં કૃષિથી લઈને આવક તથા ટેક્સ સંબંધિત સવાલો અને જવાબનો સમાવેશ થયો છે.
ફાઇલ ફોટો
તો ચાલો જાણીએ 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ કરેલા અંતરિમ બજેટમાં કરેલી મુખ્ય જાહેરાત પર એક નજર કરીએ...
- કરદાતાઓને મોટી રાહતમાં ગોયલે વ્યક્તિગત વાર્ષિક કર માટે કર છૂટ સીમાને વર્તમાનના 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત સીમા હેઠળ વાર્ષિક કરદાતાઓને આવતા નાણાકીય વર્ષ માટે કોઇ ટેક્સ ભરવો પડશે નહીં.
- "5 લાખ રૂપિયા સુધીનો કર યોગ્ય વાર્ષિક કરદાતાઓને પૂર્ણ કર મુક્તિ મળશે અને તે માટે તેમણે કોઇપણ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં."
- ગોયલે કહ્યું કે, "તે ઉપરાંત 6.50 લાખ રૂપિયા સુધીની કુલ આવકવાળા વ્યક્તિઓને પણ ભવિષ્યની રકમ, ચોખ્ખી બચત, વીમા વગેરેમાં રોકાણ કરવા પર કોઇપણ પ્રકારે આવકવેરાની ચૂકવણી કરવાની આવશ્યક્તા રહેશે નહીં."
- ગોયલે જાહેરાત કરી હતી કે, સૂચકાંક કપાતમાં 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવશે અને બેન્ક અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર TDSને 10,000 રૂપિયાથી વધારીને 40,000 રૂપિયા કરવામાં આવશે.
- કૃષિ ક્ષેત્રમાં આવેલા સંકટને સંબોધિત કરતાં ગોયલે બે એકર સુધીની જમીનવાળા ખેડૂતોને 6000 રૂપિયાની પ્રત્યક્ષ આવકની સહાયતા કરવાની યોજનાની જાહેરાત કરી હતી જેમાં લગભગ 12 કરોડ લોકો તેનો લાભ લઇ શકશે.
- તેમણે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં સમાવિષ્ટ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લેવામાં આવતા ઋણ માટે સબસીડીના વિસ્તારની પણ જાહેરાત કરી હતી.
- ગોયલે લોકસભામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ 1 ડિસેમ્બર, 2018થી લાગુ થશે.
- અસંગઠિત ક્ષેત્ર માટે ગોયલે અસંગઠિત ક્ષેત્ર માટે શ્રમિકો માટે 3000 રુપિયા પ્રતિમાસનું માસિક પેન્શન રજૂ કરવા માટે એક નવી યોજના 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન'ની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ યોજનાથી 10 કરોડ શ્રમિકોને લાભ મળશે અને આવતાં પાંચ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્ર માટે દુનિયાની સૌથી મોટી પેન્શન યોજના બની શકે છે.
- આ યોજના હેઠળ શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ 3000 રુપિયા માસિક પેન્શન મળશે. શ્રમિકોને આ યોજના માટે પ્રતિ માસ 100 રુપિયાનું યોગદાન કરવું પડશે.
- MSME ક્ષેત્રનું સમર્થન કરવાના ઉદેશ્યથી સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે 1 કરોડ રુપિયા સુધીના દેવા માટે 2% સબસીડીની જેહરાત કરી હતી.
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના માટે બજેટ ફાળવણીને 5000 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ વધારીને 60,000 કરોડ રુપિયા કરવામાં આવ્યું, જે 2006માં લૉન્ચ થયા બાદથી જ કાર્યક્રમ માટે સૌથી મોટી ફાળવણી કરાઇ છે.
- રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે, ગોયલે પરિયોજના સમાપ્ત થવાના એક વર્ષથી લઇને બે વર્ષ સુધી, કોઇપણ શોધ વગર, કોઇ માલ પર ભાડું લીધા વગર તેના પર કરની છૂટનો સમય વધારવાનો નિર્ણય લીધો હતો.
- નાણાપ્રધાને બીજા પોતાની માલિકાના ઘર પર આવતા ભાડા પર આવકવેરાથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. વર્તમાનમાં જો કોઇ વ્યક્તિ પાસે એકથી વધુ પોતાની માલિકીના ઘર છે અને ભાડે આપે છે તો તેના પર વેરો લાગુ પડશે.
- આર્થિક આવાસ ફંડ માટે એક પ્રમુખ દબાણમાં નાણાપ્રધાન આવકવેરા અધિનિયમની ધારા 80- IBA હેઠળ લાભ માટે માર્ચ 2020 સુધી એક અને વર્ષ માટે વિસ્તારિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
- વચગાળાના બજેટમાં રમત માટે ફંડની ફાળવણી 214.20 કરોડ રુપિયાનો વધારો કર્યો, જેમાં ભારતીય રમત સતાધિકાર (સાઇ) માટે ફંડમાં 55 કરોડ રુપિયાના વધારાનો સમાવેશ છે.
- દેશનું રક્ષા બજેટ 3 લાખ કરોડ રુપિયાને વટાવી ગયો પરંતુ સશસ્ત્ર બળો માટે ખર્ચ વચગાળાના બજેટમાં વધારીને 3,05,296 કરોડ રુપિયા થયો હતો.
- રક્ષા આધુનિકીકરણ કાર્યક્રમ ટ્રેક પર રહેવાની આશા છે કારણ કે, ગત્ત વર્ષ 93,982 કરોડ રુપિયાના સંપાદન માટે 1,03,380 કરોડ રુપિયાનું સંપાદન કરવામાં આવ્યું હતું.
- દેશના અંતરિક્ષ કાર્યક્રમનો વિસ્તાર કરવા અને 2022 સુધી એક ભારતીય અંતરિક્ષ યાત્રીને અંતરિક્ષમાં મોકલવાની દ્રષ્ટિ સાથે, સરકારે વચગાળાના બજેટમાં અંતરિક્ષ કાર્યક્રમ માટે 10,000 કરોડે રુપિયાથી વધારી ફાળવણી કરી હતી.
- વિભિન્ન પ્રમુખો હેઠળ, અંતરિક્ષ પ્રૌદ્યોગિક માટે 7,483 કરોડ રુપિયાની ફાળવણી કરી હતી, જે 1885 કરોડ રુપિયા અંતરિક્ષ અનુપ્રયોગો માટે રાખવામાં આવ્યા હતા.
- તો આગામી 5 જૂલાઇએ જોવું એ રહ્યું કે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પોટલીમાંથી આ વર્ષે લોકોને કેટલો લાભ મળે છે?