ગુજરાત

gujarat

ETV Bharat / business

વૈશ્વિક બજારથી નબળા સંકેત મળતા આજે Share Marketની પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 214 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ (Sensex) 214.69 પોઈન્ટ (0.35 ટકા)ની નબળાઈ સાથે 60,928.64ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 57 પોઈન્ટના ઘટાડા સાથે 18,145ની આસપાસ વેપાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારથી નબળા સંકેત મળતા આજે Share Marketની પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 214 પોઈન્ટ ગગડ્યો
વૈશ્વિક બજારથી નબળા સંકેત મળતા આજે Share Marketની પણ નબળી શરૂઆત, સેન્સેક્સ 214 પોઈન્ટ ગગડ્યો

By

Published : Oct 28, 2021, 9:41 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની નબળી શરૂઆત
  • સેન્સેક્સમાં 214.69 તો નિફ્ટીમાં 57 પોઈન્ટનો ઘટાડો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 214.69 પોઈન્ટ (0.35 ટકા)ની નબળાઈ સાથે 60,928.64ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 57 પોઈન્ટના ઘટાડા સાથે 18,145ની આસપાસ વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે (28 ઓક્ટોબરે) યુનાઈટેડ બ્રેવરિઝ (United Breweries), બજાજ ઓટો (Bajaj Auto), દાલમિયા ભારત (Dalmia Bharat), લાર્સન એન્ડ ટુબ્રો (Larsen and Toubro), ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank), અદાણી પોર્ટ્સ (Adani Ports), ટાઈટન કંપની (Titan Company), ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ (Gateway Distriparks), કિરલોસકર ન્યૂમેટિક (Kirloskar Pneumatic), પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ

એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) એસજીએક્સ નિફ્ટી 25.50 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.91 ટકાના ઘટાડા સાથે 28,833.84ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.21 ટકાની તેજી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.08 ટકાના સામાન્ય વધારા સાથે 17,088.89ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.03 ટકાની નબળાઈ સાથે 25,620.92ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.16 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.44 ટકાની નબળાઈ સાથે 3,546.61ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details