ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,600ને પાર - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Indian Share Market)ની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 124.90 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 56,083.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 45.80 પોઈન્ટ (0.28 ટકા)ના ઉછાળા સાથે 16,670.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,600ને પાર
આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,600ને પાર

By

Published : Aug 25, 2021, 9:46 AM IST

  • વૈશ્વિક બજાર (Global market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 124.90 તો નિફ્ટી (Nifty) 45.80 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (બુધવારે) સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજાર (Indian Share Market)ની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 124.90 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 56,083.88ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 45.80 પોઈન્ટ (0.28 ટકા)ના ઉછાળા સાથે 16,670.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃઆજે ફરી એક વાર Petrol Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર રોકાણકારોની નજર કેનરા બેન્ક (Canara Bank), ફોર્ટિસ હેલ્થ (Fortis Health), સીડીએસએલ (CDSL), તત્વ ચિંતન ફાર્મા (Tatva Chintan Pharma), વેબ્કો ઈન્ડિયા (Wabco India), વિપ્રો (Wipro), ગોકલદાસ એક્સપોર્ટ્સ (Gokaldas Exports), એનએમડીસી (NMDC), સ્ટિલ શેર્સ (Steel Shares), એલ એન્ડ ટી (L&T), મેક્રોટેક દેવ (Macrotech Dev) જેવા શેર્સ પર રહેશે.

આ પણ વાંચોઃRBIએ ATM, CVV, એક્સપાયરી નંબર અંગે જાહેર કરેલો નવો નિયમ શું છે? જુઓ

ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં આજે ફ્લેટ વેપાર

વૈશ્વિક બજારની (Global market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં તેજી જોવા મળી રહી છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 50.50 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 1.01 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 0.21 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.87 ટકાના વધારા સાથે 16,965.34ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.30 ટકાના ઘટાડા સાથે 25,650.49ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.28નો ઘટાડો જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.31 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આજે ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં આજે ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details