- સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 305.89 (0.51 ટકા) તો નિફ્ટી (Nifty) 83.55 પોઈન્ટ (0.47 ટકા) ઉછળ્યો
- સેન્સેક્સ (Sensex) 60,000ને પાર પહોંચ્યો, જ્યારે નિફ્ટી (Nifty) 18,000ની સપાટીની નજીક પહોંચ્યો
અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારમાં (Indian Share Market) આશાનું કિરણ જોવા મળ્યું છે. કારણ કે, આજે શેર બજારની (Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.26 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 305.89 પોઈન્ટ (0.51 ટકા)ના ઉછાળા સાથે 60,225.58ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 83.55 પોઈન્ટ (0.47 ટકા)ના ઉછાળા સાથે 17,964.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃકેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છેઃ ખાદ્ય મંત્રાલય
ક્રિપ્ટોકરન્સી પર RBI ગવર્નરની ચેતવણી