અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેવામાં સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Stock Market India) મજૂબત શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 504.88 પોઈન્ટ (0.91 ટકા)ના ઉછાળા સાથે 55,973.78ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 160.40 પોઈન્ટ (0.97 ટકા)ની મજબૂતી સાથે 16,766.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ સાથે જ નિફ્ટી 16,700ને પાર પહોંચવામાં સફળ થયો છે.
આ પણ વાંચો-Knight frank India Report: અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે
આ શેર રહેશે ચર્ચામાં
આજે દિવસભર સૌથી વધારે વેદાન્તા (Vedanta), એલ એન્ડ ટી ફિન (L&T Fin), પિરામલ એન્ટ (Piramal Ent) જેવા શેર સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC
વૈશ્વિક બજારની સ્થિતિ
આજે એશિયન બજારમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 61.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.82 ટકાના વધારા સાથે 26,608.21ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.59 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.43ના વધારા સાથે 17,945.15ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.62 ટકાના વધારા સાથે 22,482.89ની આસપાસ જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 1.55 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.15 ટકાના વધારા સાથે 3,489.53ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.