અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થતા નવો વળાંક આવ્યો છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 638.93 પોઈન્ટ (1.06 ટકા)ના ઘટાડા સાથે 59,584.22ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 182.30 પોઈન્ટ (1.02 ટકા)ના ઘટાડા સાથે 17,742.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Ujala LED Programme: IIM અમદાવાદ અને હાર્વર્ડમાં 'ઉજાલા યોજના'ની સફળતા વિશે શિક્ષા અપાશે
વૈશ્વિક બજાર પર નજર
આજે એશિયન માર્કેટમાં નબળાઈ સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 182 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 2 ટકાના ઘટાડા સાથે 28,721.49ની આસપાસ જોવા મળી રહ્યું છે. જોકે, સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.32 ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.92 ટકાની નબળાઈ સાથે 18,329.65ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.74 ટકાના ઘટાડા સાથે 22,738.61ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.42 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.76 ટકાના ઘટાડા સાથે 3,567.74ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો ગઈકાલે ડાઉ 390 પોઈન્ટ તૂટ્યો હતો, પરંતુ ડાઉ ફ્યૂચર્સમાં આજે નીચલા સ્તરથી 100 પોઈન્ટની રિકવરી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-New appointment in RBI: RBIના નવા એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સ તરીકે દિપક કુમાર, અજય કુમાર ચૌધરીની નિમણૂક
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિસભર એનએસપીસી (NHPC), ગેલ (Gail), ભારતી એરટેલ (Bharti Airtel), મહાનગર ગેસ (Mahanagar Gas), ગૌતમ ગેમ્સ (Gautam Gems), પામ જેવેલ્સ (Palm Jewels), ગણેશા ઈકોસ્પેર (Ganesha Ecosphere) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.