ભારત - પે એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ App લેવડ-દેવડની ચુકવણી ઉપરાંત વેપારીને રોકડ અથવા ધિરાણ વેચાણના આંકડા રેકોર્ડ કરવા, એસએમએસ અને વૉટ્સએપ આધારિત લિંક દ્વારા ચુકવણીનો અનુરોધ કરવો, વ્યવહારની સ્થિતિ જાણવા, સપ્લાયરોને કરવામાં આવેલી ચૂકવણી પર મોનિટર કરવા જેવી અન્ય સેવાઓ પણ પૂરી પાડશે.
"BHARAT PAY" એ ઉદ્યોગપતિઓ માટે લોન્ચ કરી UPI એપ - app
નવી દિલ્હી: ફાઈનાન્સિયલ ટેક્નોલૉજી સ્ટાર્ટઅપ કંપની ભારત-પે એ UPA એપ્લિકેશન લોન્ચ કરી છે જેથી વેપારીઓ ડિજિટલ ચૂકવણી કરી શકે. આ સાથે, કંપનીએ વેપારી સેવાઓના ક્ષેત્રેમાં પણ પ્રવેશ કરવાની જાહેરાત કરી છે.
ફાઇલ ફોટો
આ એપ્લિકેશન વેપારીઓ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. જેનાથી વેપારીને વર્તમાન ભારત-પે વેપારીઓ સાથે જોડાવા અને તેમના કારોબારનો વિસ્તાર વધારવામાં મદદ કરશે.