ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market: સપ્તાહના ચોથા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ઉછળ્યો - શેર બજારના આજના સમાચાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 382.58 પોઈન્ટ (0.63 ટકા)ના વધારા સાથે 61,105.17ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 123.75 પોઈન્ટ (0.68 ટકા)ની મજબૂતી સાથે 18,285.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Share Market: સપ્તાહના ચોથા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ઉછળ્યો
Share Market: સપ્તાહના ચોથા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 382 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Oct 14, 2021, 9:49 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ
  • સેન્સેક્સ (Sensex) 382.58 તો નિફ્ટી (Nifty) 123.75 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 382.58 પોઈન્ટ (0.63 ટકા)ના વધારા સાથે 61,105.17ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 123.75 પોઈન્ટ (0.68 ટકા)ની મજબૂતી સાથે 18,285.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય

આજે આ શેર્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર શેર બજારમાં મહાનગર ગેસ (Mahanagar Gas), અલ્ટ્રાટેક (Ultratech), પાઈપ કંપનીઓ (Pipe Comnapies), ફાર્મા કંપનીઓ (Pharma Copmanies), બાયર ક્રોપસાયન્સ (Bayer Cropscience), સીસીએલ પ્રોડક્ટ્સ (CCL Products) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

વૈશ્વિક બજાર (Global Market) પર કરીએ નજર

વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 84 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાનમાં 0.27 ટકાના વધારા સાથે 16,392.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. નિક્કેઈમાં 1.03 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 1.12 ટકાનો વધારો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડાઉ ફ્યુચર્સ (Dow Futures) પણ 100 પોઈન્ટની ઉપર વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details